રાણાવાવ તાલુકાના અમરદડ પ્રાથમિક શાળા ખાતે એક ભરત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વિવિધ રાજ્યોના પહેરવેશ અને લોક બોલી દ્વારા વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ભાષાઓમાં વપરાતા સામાન્ય શબ્દો રજૂ કરવામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
બાળકો દેશના જુદાજુદા પ્રદેશો વિશેની સાંસ્કૃતિક, સાહિત્ય, ભૌગોલિક, ઐતીહાસિક,સામાજિક, ખાણીપીણી વિશે સવિશેષ જાણે અને પોતાનાથી અલગ સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ કેળવાય તે હેતુને સાર્થક કરવામાં શાળાના તમામ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું.
આ આયોજનને પ્રોત્સાહન આપવા શાળાના આચાર્ય પ્રફુલ્લાબેન ધોકિયા તથા સમગ્ર શાળા પરિવાર અને શાળાના બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ ઉપરાંત શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે બાળકો દ્વારા વિવિધ પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત વેશભૂષા કાર્યક્રમમાં ડો.સી.વી. રામન અને ડો.અબ્દુલ કલામ, ડો. વિક્રમ સારાભાઈ,સુનિતા વિલિયમ્સ વગેરે ઉચ્ચકોટિના વિજ્ઞાનિકના બાળકો દ્વારા પાત્ર ભજવવામાં આવ્યા હતા. જેમાં શાળા વિજ્ઞાન ના વિષય શિક્ષિકા પૂર્ણાબેન નિમાવત દ્વારા વિવિધ પ્રયોગોનું માર્ગદર્શન બાળકોને આપ્યું હતું અને આચાર્ય દ્વારા કાર્યક્રમમાં પ્રમાણપત્રો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.