ફરિયાદ:વ્યાજ સહિત રૂપિયા પરત આપી દીધા છતાં ધમકી મળી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ટકા વ્યાજ સાથે મૂળ રકમ પરત કરી દીધી હતી

પોરબંદરમાં એક વેપારીએ 4 ટકા વ્યાજ લેખે રકમ ઉધાર લીધી હતી. આ રકમ તેણે વ્યાજ સહીત પરત આપી દીધી હોવા છતાં વધુ રૂપિયાની ઉઘરાણી કરીને ધાક ધમકી આપવાના ગુન્હા માટે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરમાં મેમણવાડામાં રહેતા અને મચ્છીનો ધંધો કરતા મહંમદઆરીફ અબ્દુલકરીમ ઓડેદરા નામના વેપારીએ બે વર્ષ પહેલા રમેશ ઉર્ફે રાજુ જીવનભાઇ વારા પાસેથી 4 ટકા ના વ્યાજે રૂપિયા ઉછીના લીધા હતા.

આ રકમ મહંમદઆરીફે વ્યાજ સહીત ચૂકવી દીધા હોવા છતાં તેની પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરીને તેને ધાક ધમકી આપતા મહંમદઆરીફે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI બી. એસ. ઝાલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...