માર્ગદર્શન:સ્પર્ધાત્મક પરીક્ષા માટે જુના પેપરનું પણ એનાલીસીસ કરવું

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધવપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અપાયું

માધવપુર (ઘેડ) ખાતે શિક્ષિત અને નોકરીયાત વર્ગ દ્રારા છેલ્લા દોઢ મહીનાથી ભાઈઓ માટેના સ્પર્ધાત્મક પરીક્ષાઓના શૈક્ષણિક તાલીમ વર્ગ ચાલી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત અલગ-અલગ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓને મોટીવેશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માધવપુર (ઘેડ)ના કોળી સમાજની વાડી ખાતે છેલ્લા દોઢ મહીનાથી ભાઈઓ માટેના સ્પર્ધાત્મક પરીક્ષાઓના શૈક્ષણિક તાલીમ વર્ગ ચાલી રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત અલગ-અલગ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓને મોટીવેશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે માંગરોળના સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ-2 અધિકારી એવા ડોક્ટર સચિન જે. પીઠડીયા દ્વારા ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો વગેરે પુસ્તકોની માહિતી ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તેમજ કેવા ટોપીકોની તૈયારી કરવી તે વિશે જુના પેપરો અને વિવિધ મુદ્દાઓનું એનાલિસિસ કરવા ઉપર વિશેષ ભાર મૂકવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...