રજૂઆત:વીજતંત્રએ વીજળી બચાવવાની સાથે કાગળો પણ બચાવવાનું શરૂ કર્યું કે શું ?

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ વીજતંત્ર દ્વારા એ-ફોર સાઇઝના કાગળમાં બીલ અપાતા હતા, પરિપત્ર હોવા છતાં ગ્રાહકોને નાના કદના બીલ અપાતા રજૂઆત

પોરબંદર જિલ્લાના પીજીવીસીએલ તંત્રએ સેવ એનર્જી ફોર નેશન સૂત્રને સાર્થક કરવાની સાથોસાથ નિયમનો ભંગ કરીને હવે ‘સેવ પેપર’નું સૂત્ર આત્મસાત કર્યુ હોય તેમ વીજળીના બીલ આંકડાની દૃષ્ટિએ મોટા આપવામાં આવી રહ્યા છે પરંતુ કદની દૃષ્ટિએ તે નાના અપાતા હોવાથી પીજીવીસીએલની વર્તુળ કચેરીને રજુઆત કરવામાં આવી છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ની વર્તુળ કચેરીને કરેલી રજુઆતમાં જણાવ્યું છેકે, રાજકોટની કોર્પોરેટ પીજીવીસીએલ કચેરી દ્વારા સેવ એનર્જી ફોર નેશન સૂત્રને સાર્થક કરવાની સાથોસાથ આ વર્તુળ કચેરી હેઠળની અમરેલી,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, અંજાર, ભુજ, પોરબંદર તથા જૂનાગઢ અને રાજકોટ રૂરલ તથા રાજકોટ સીટી એમ તમામ કચેરીઓને જુલાઇ મહિનામાંજ પરિપત્ર મોકલીને જણાવ્યું હતુંકે, હાલમાં પ્રવર્તમાન એલટી બીલ ફોર્મ સ્ટેશનરીની તીવ્ર અછતના કારણે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વહિવટી મંજૂરી મુજબ એલટી ગ્રાહકોને વીજ બીલ આપવા માટે અલગ અલગ કાર્યવાહી કરવા જણાવાયું હતું .

જેમાં જે સબ ડિવીઝનમાં સો ટકા બ્લુ ટુથ પ્રિન્ટર છે ત્યાં મીટર રીડીંગ કરીને ગ્રાહકોને ડોટમેટ્રીકસ - થર્મલ પ્રિન્ટર દ્વારા જનરેટ થતી સ્લીપ વીજબીલ તરીકે આપવી તેમજ જે સબડિવીઝનમાં બ્લુ ટુથ પ્રિન્ટર નથી અથવા જરૂરિયાત મુજબ નથી ત્યાં પ્રમાણસર એલટી બીલીંગની એચ.એચ.પી. ઇનપુટ ફાઇલ દ્વારા મેઇલ મર્જથી એ-ફોર સાઇઝના એલ.ટી. બીલ ફોર્મ જનરેટ કરવા સુચના અપાઇ હતી. પરંતુ તેમ છતાં પોરબંદરમાં પીજીવીસીએલ કચેરી દ્વારા બીલ એ-ફોર સાઇઝના બદલે નાના કદના આપવામાં આવી રહ્યા છે.

વધુમાં ઉમેર્યુ છેકે પોરબંદરનું વીજતંત્ર પાવર બચાવવાની સાથોસાથ નિયમનો ભંગ કરીને કાગળ બચાવી રહ્યું છે પરંતુ બીલ તો મોટા આપી રહ્યું છે. કદમાં બીલ નાના હોય પરંતુ રકમ ખૂબ તગડી આપવામાં આવે છે માટે પૂરતી સાઇઝમાં લાઇટ બીલ આપવા જોઇએ તેવી રજૂઆત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...