તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ખાણીપીણીના ધંધાર્થીઓને વહેલી સવારથી વેપાર-ધંધાની છૂટ આપો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરસાણ, પાન, બીડી, ચા- પાણીના ધંધાર્થીઓને રાહત આપો
  • પોરબંદર ચેમ્બર પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી

પોરબંદરમાં ફરસાણના, પાન-બીડીના, ચા-પાણીના અને ખાણીપીણીના ધંધાર્થીઓને વહેલી સવારથી વેપાર-ધંધાની છૂટ આપવા અંગે ચેમ્બર પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. કોરોનાનું સંક્રમણ ધટતા વેપાર-ધંધાને લગતા નિયમો હળવા કર્યા છે, જેમાં સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી વેપાર-ધંધાની સુધીની છૂટ આપેલ છે.

છેલ્લા ઘણાં સમયથી નાના-ધંધાર્થીઓ જેવા કે, ફરસાણના વેપારીઓ, પાન-બીડીના વેપારીઓ,ચા-પાણીના તેમજ ખાણી પીણીના વેપારીઓ છેલ્લા બે-ત્રણ માસથી ધંધા રોજગારમાં બેઠા બેઠા દિવસો પસાર કરતા હોય, જેથી દિન-પ્રતિ દિન આર્થિક પરિસ્થિતિ બેહાલ બની ગઈ હોવાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હોય ત્યારે આવા ધંધાર્થીઓનો સવારે 6 થી સવારે 10 વાગ્યા સુધી એટલે ચાર-પાંચ કલાકજ મહત્વનો ધંધો હોય જેથી આવા ધંધાર્થીઓને સવારે 6 વાગ્યે પોત-પોતાની દુકાનો ખુલવાની છુટછાટ આપવામાં આવે તો તેમના ધંધા-રોજગારમાં ઘણી રાહત થશે.

વહેલી સવારથી ધંધા-રોજગાર કરતા નાના-મધ્યમવર્ગના ધંધાર્થીઓને વિશેષ છુટછાટ મળે માટે યોગ્ય નિર્ણય કરવા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...