રજૂઆત:લમ્પી સ્કિન રોગચાળામાં સ્વસ્થ થયેલ ગૌધનના પુનર્વસન માટે જગ્યા ફાળવો

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ગૌધનને રસ્તા પર છોડી દેવામાં આવે તો ફરી બીમાર પડી શકે, તંત્રને રજૂઆત

લમ્પી સ્કિન રોગચાળામાં સ્વસ્થ થયેલ ગૌધનના પુનર્વસન માટે જગ્યા ફાળવવામાં આવે અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે. લમ્પી રોગથી સાજા થયેલ ગૌધનને રસ્તા પર છોડી દેવામાં આવે તો ફરી બીમાર પડી શકે, મૃત્યુ થઈ શકે છે જેથી ટ્રસ્ટ દ્વારા પાલિકા તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે. પોરબંદર શહેરમાં ગૌધનમાં લમ્પી સ્કિન રોગચાળો ફેલાયો છે.

આ રોગ ચેપી હોય જેથી આવા લમ્પી ગ્રસ્ત ગૌધનની સારવાર માટે આઇસોલેશન વોર્ડની જરૂરિયાત ઊભી થતાં સામાજિક કાર્યકરે જીઆઇડીસી ખાતે ની પોતાની જગ્યા આઇસોલેશન વોર્ડ બનાવવા આપી હતી જેમાં ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા તથા પશુપાલન વિભાગ અને પાલીકાના સહયોગથી વોર્ડ શરૂ કરાયો હતો.

જેમાં લમ્પી સ્કીન રોગ ગ્રસ્ત ગૌધન ને સારવાર માટે લાવવામાં આવેલ હતા. હાલમાં અહીં સ્વસ્થ થયેલા 250 જેટલા ગૌધન છે. જેમાં 50 જેટલા ગૌધન સંપૂર્ણ સ્વસ્થ નથી તેથી તેઓને સ્વસ્થ થાય ત્યાં સુધી અહીં આઇસોલેશન વોર્ડમાં સારવાર અને દેખરેખ હેઠળ રાખવા પડે તેમ છે. અન્ય 200 જેટલા ગૌધનના પુનર્વસન માટે કોઈ ગૌશાળા કે અન્ય જગ્યા આ ટ્રસ્ટ પાસે નથી.

જેથી આગૌધન નું પુનર્વસન થઈ શકે તેમ નથી, અને જો આ ગૌધનને રસ્તા પર રઝળતા છોડી દેવામાં આવે તો તે ફરીથી બીમાર પડી શકે અને મૃત્યુ પામી શકે છે. તો નગરપાલિકા દ્વારા આ ગૌધનના પુનર્વસન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અથવા તો ટ્રસ્ટને જરૂરી જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાએ પાલીકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...