રજુઆત:બગવદર, માધવપુરને સરકારી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ ફાળવો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનાં શિક્ષણમંત્રી વાઘાણીને કોંગ્રેસ અગ્રણીની રજુઆત

પોરબંદરના કોંગ્રેસ અગ્રણીએ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, પોરબંદર તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર તેમની ભાગોલિક સ્થિતિને લીધે બરડા અને ઘેડ વિસ્તારમાં વહેચાયેલો છે. ગરીબ અને મધ્યમવર્ગ તેમજ ખેતી આધારીત જીવન નિર્વાહ કરતા વાલીઓના સંતાનો ખાનગી કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ કરવો પરવડે તેમ ન હોય તેમજ 54 જેટલા ગામોની મધ્યમાં બગવદર ગામ આવેલું છે.

જે ગ્રામ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે પરંતુ બરડા પંથકમાં સરકારી કે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ આવેલી ન હોય, તમામ વિધાર્થીઓએ ફરજીયાતપણે લાંબા અંતરનું અપડાઉન કરીને પોરબંદર અભ્યાસઅર્થે આવવું પડે છે. આવી જ સ્થિતિ ઘેડ વિસ્તારની છે.

​​​​​​​પોરબંદર ખાતે પણ એક પણ સરકારી કોલેજ આવેલ નથી, ગ્રાન્ટેડ કોલેજોમાં પણ વિશાળ વિધાર્થીઓની સંખ્યા સામે મર્યાદિત સીટો જ ઉપલબ્ધ હોય, મોટી સંખ્યામાં વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે ત્યારે વિધાર્થીઓને ગ્રામ્ય વિસ્તારમાં જ કોલેજનું શિક્ષણ મળી રહે તે માટે બગવદર અને માધવપુર ખાતે સરકારી કોમર્સ એન્ડ આર્ટસની કોલેજ ફાળવવા માટે રજુઆત કરી છે

અન્ય સમાચારો પણ છે...