તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:સૌરાષ્ટ્ર- ગુજરાતના માછીમારો માટે રાહતનું ચોક્કસ પેકેજ ફાળવો

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરના માછીમાર અગ્રણીએ વડાપ્રધાનને લેખિત રજુઆત કરી

પોરબંદરના મરીન ફીશરીઝ કો.ઓપરેટીવ સોસાયટીના મનીષભાઇ લોઢારીએ વડાપ્રધાન ને લેખિતમાં કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, માછીમારી ધંધામાં છેલ્લા 3 વર્ષથી માછીમારી ઉદ્યોગમાં મહામારી ચાલી રહી છે. મચ્છીનો જથ્થો મળતો નથી, અને ભાવો અપુરતા મળે છે, બોટ ચલાવી શકાય તેમ નથી, ડીઝલના ભાવો આસમાને જઇ રહ્યા છે, મોંઘવારી અતિશય વધી રહી છે, પગાર ધોરણ ઉંચુ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં બોટ ચલાવી શકાય તેવી સ્થિતિ રહી નથી એટલે હાલમાં 70 ટકા માછીમારી બોટ બંધ થઇ ગઇ છે અને માછીમારો બે હાલ થઇ ગયા છે.

આવી સ્થિતિના આધારે આ ઉદ્યોગને લગતા ધંધાદારી, દુકાનો, સ્પેરપાર્ટસ, નેટ-જરીના ધંધાદારી, લારી- ગલ્લા વાળા, મજુરો બધા બેકાર બની રહ્યા છે. માછીમારોને બેંકમાંથી લોન લીધેલ હોય તેમના હપ્તા ભરવાની શક્તિ નથી રહી. આવી હાલતમાં સરકારએ આગળ આવી માછીમાર ને વહેલીતકે સહાય કરવી જોઇએ. વધારામાં સરકારના નિર્ણય પ્રમાણે રાજયની 1900 ફેકટરીના ઝેરી કેમીકલ યુકત પાણીનો નિકાસ પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવવાની મંજુરી અપાઇ રહી છે. તે ઝેરી પાણી દ્વારા દરિયામાં જે માછલી બચી છે તેનો નાશ કરી નાખશે. સરકારે ડીઝલના ભાવમાં સ્પેશ્યલ ઘટાડો કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો