આક્ષેપ:સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક દુકાનદારો બારોબાર માલ વેંચી મારતા હોવાની ફરિયાદ કરાઈ

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત કોંગ્રેસના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને એવું જણાવ્યું હતું કે જિલ્લાભરના ત્રણેય તાલુકાઓમાં અને શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ગરીબોને અનાજ અને અન્ય ચીજોથી વંચિત રાખીને બહારના વેપારીઓને રાસનનો તમામ માલ વેચી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ આક્ષેપ કર્યો હતો.

તાલુકા પ્રમુખ લાખા ભાઈ દાસા, ખેડૂત અગ્રણી પ્રતાપભાઈ ખિસતરિયા, મિલનભાઈ સોની, ભરતભાઈ કટારા સહિતના અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. અને આગામી 8 દિવસમાં આ કૌભાંડ બંધ નહીં કરવામાં આવે અને દુકાન દુકાનદારો વિરોધ કડક કાર્યવાહી નહી કરવામાં આવેતો ધરણા કરી મામલતદાર કચેરીને તાળા મારવાની ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...