તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જાહેરનામાના નામે ખોટી રીતે લોકોને પોલીસ પરેશાન કરતી હોવાનો આક્ષેપ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય કેસ પેન્ડીંગ લેબર એસો. દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઇ

પોરબંદરમાં જાહેરનામાના નામે ખોટી રીતે લોકોને પોલીસ પરેશાન કરતી હોવાનો આક્ષેપ કરાયો હતો. ગુજરાત રાજ્ય કેસ પેન્ડીન્ગ લેબર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં અાવી હતી.પોરબંદરમાં ગુજરાત રાજ્ય કેસ પેન્ડીન્ગ લેબર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું હતું કે પોરબંદરમાં રાજકીય નેતાઓ અને મોટા અગ્રણીઓને ત્યાં ટોળા ભેગા કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય અને જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોય ત્યારે પોલીસને જાહેરનામાનો ભંગ થતો હોવાનું દેખાતું નથી. ઉપરાંત ગુજરાત રાજ્ય કેસ પેન્ડીન્ગ લેબર એસોસિએશન દ્વારા પ્રમુખ દિનેશભાઈ માંડવીયાએ એવું પણ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ દ્વારા તાજેતરમાં જ ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો.

આમ સત્તાના અધિકારનો દુરુપયોગ કરી લોકોને પરેશાન પોલીસ કરી રહી છે તેવો પણ આક્ષેપ કર્યો હતો. પોરબંદર શહેરમાં ચોપાટી પર સવારના સમયે સજન અને રોયલ વ્યક્તિઓની તંદુરસ્તી માટે વોકિંગ અને કસરત કરવા માટે જતા હોય ક્યારે ચોપાટી ખાતે સવારના સમયે જતા વ્યક્તિઓને પણ હેરાન પરેશાન પોલીસ કરી રહી છે. જેથી પોલીસ દ્વારા લોકોને હેરાન ગતિ થઈ રહી છે. આ અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...