• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • All Long Distance Trains From Porbandar Are Full, Waiting In 3 Long Route Trains, Passengers Are Disturbed As Trains Are Running From No. 3 Due To Track Maintenance On Platform 1.

ટ્રેનો ભરચક:પોરબંદરથી લાંબા રૂટની તમામ ટ્રેનો ફૂલ, લાંબા રૂટની 3 ટ્રેનોમાં વેઇટીંગ, પ્લેટફોર્મ 1 પર ટ્રેક મેન્ટેનન્સ હોવાથી નં.3 પરથી ટ્રેનોની અવરજવર થતાં મુસાફરો પરેશાન

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સતત બે વર્ષથી કોરોના સંક્રમણને પગલે પોરબંદર જિલ્લાવાસીઓ તહેવારની મોજ માણી શક્યા ન હતા. આ વખતે કોરોના સંક્રમણ ઓછું થયું છે અને ત્રીજી લહેરની શકયતા ઘટી છે જેથી પોરબંદર જિલ્લાવાસીઓએ આ વખતે દિવાળીના તહેવારમાં પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું આયોજન કરી ફરવા જવાનો મૂડ બનાવ્યો છે. જેને પગલે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આગામી તા. 8/11 સુધી લાંબા અંતરની ટ્રેનો ભરચક થઈ છે. પોરબંદરથી મોતિહારી, દિલ્હી અને રાજકોટ ખંભાળિયાથી ઉપડતી દહેરાદુન જે હરિદ્વાર જાય છે આ ત્રણેય ટ્રેનોમા વેઇટિંગ જોવા મડે છે.

અત્રે મહત્વની વાત એ છે કે પોરબંદરના રેલવેસ્ટેશન પ્લેટફોર્મ નં 1 પરથી ટ્રેનો ઉપડતી હતી અને પ્લેટફોર્મ 1 પર આવતી હતી. હાલ ટ્રેક મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાથી તમામ લાંબા અંતરની ટ્રેનો પ્લેટફોર્મ નં. 3 પરથી ઉપડે છે અને ટ્રેનો આવે છે. પ્લેટફોર્મ 1 પરથી પ્લેટફોર્મ 3 સુધી જવા માટે મુસાફરોને મુશ્કેલી પડે છે. અહીં લિફ્ટની સુવિધા નથી. અને ફૂટ ઓન બ્રિજ દૂર છે. જેથી પ્લેટફોર્મ 3 સુધી પહોંચવામાં મુસાફરોને પસીનો છૂટી જાય છે. ખાસકરીને બાળકો, વૃદ્ધો અને મહિલા મુસાફરોએ પોતાના સામાન સાથે અનેક પગથિયાં ચડી ને જવું પડે છે. જેથી કેટલીક વખત ત્યાં સુધી પહોંચવામાં ટ્રેન ચુકી જવાની શક્યતા રહે છે.

તત્કાલ ટીકીટ માટે મુસાફરોની પડાપડી
લાંબા અંતરની ટ્રેનોમાં વેઇટિંગ છે અને ટ્રેનો ફૂલ છે જેથી એકદિવસ પહેલા તત્કાલ ટીકીટ લેવા માટે પણ મુસાફરો પડાપડી કરી રહ્યા છે. હાલ 2 હાવડા અને 1 સાંત્રાગાચી કોવિડ સ્પેશિયલ ટ્રેન હોવાથી તત્કાલ કોટા નથી. હરિદ્વાર માટે તા. 24/10 થી 29/11 સુધી મુસાફરોએ જવા માટે પોરબંદર રેલવે પરથી તત્કાલ ટીકીટ લેવી પડશે જ્યારે ત્યાંથી આવવા માટે ત્યાંના રેલવે પરથી તત્કાલ ટીકીટ લેવી પડશે.

જનરલ ટીકીટ માટે યાત્રીએ અડધો કલાક પહેલા આવવું પડશે
રેલવે કર્મી દિપક ગોહેલએ જણાવ્યું હતું કે રેલવેની નવી કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ ટ્રેનોમાં જે જનરલ ટીકીટ મળતી હતી તેમાં અગાવ 10 મિનિટ પહેલા ટીકીટ મળતી હતી હાલ યાત્રીને જનરલ કલાસ પણ 2S તરીકે રિઝર્વેશનમા ફેરવેલ છે જેથી જનરલ ટીકીટ માટે ગાડી ઉપડયાના અડધો કલાક પહેલાના સમયમાં ટીકીટ મેળવવાની રહેશે.

કઈ ટ્રેનમાં કેટલું વેઇટિંગ છે?
પોરબંદરથી ઉપડતી મોતિહારી ટ્રેનમાં તા. 8/11 સુધી એસી, સ્લીપર, જનરલ સહિત કુલ વેઇટિંગ છે જ્યારે દિલ્હી ઉપડતી ટ્રેનમાં તા. 2/11 સુધી કુલ 748 વેઇટિંગ છે. ઉપરાંત હરિદ્વાર જતી ટ્રેન જે ઓખા દહેરાદુન છે તેમાં તા. 5/11 સુધી કુલ 465 વેઇટિંગ છે. તેમજ સ્ટેશન પર કુલી પણ નથી.

લાંબા અંતરની કેટલી ટ્રેન છે?
પોરબંદર રેલવે સ્ટેશન પરથી અઠવાડિયામાં 2 વખત હાવડા, 1 સાંત્રાગાછી, 2 મોતિહારી, 1 કોચીવલી, 2 દિલ્હી, 1 સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનો ઉપડે છે.

અન્ય સમાચારો પણ છે...