ટ્રેનોમાં વેઇટીંગ:પોરબંદરથી લાંબા અંતરની તમામ ટ્રેનો હાઉસફૂલ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર દરમ્યાન શહેરીજનો ફરવાલાયક સ્થળે આનંદ માણવા આતુર, તમામ લાંબા અંતરની ટ્રેનમાં એડવાન્સ બુકીંગ થયું, અનેક ટ્રેનોમાં વેઇટીંગ

દિવાળી તહેવાર દરમ્યાન શહેરીજનો ફરવાલાયક સ્થળે આનંદ માણવા જવાના છે. પોરબંદરથી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ચૂકી છે. તમામ લાંબા અંતરની ટ્રેનમાં એડવાન્સ બુકિંગ થયું છે અને હાલ અનેક ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળે છે.

દિવાળીના તહેવાર દરમ્યાન લોકો અન્ય રાજ્યોમાં ફરવાલાયક સ્થળો અને યાત્રાધામો ખાતે ઉજવણી કરતા હોય છે ત્યારે આ વખતે પણ પોરબંદર જિલ્લાવાસીઓ દિવાળી તહેવાર નિમિતે ફરવા જવાના મૂડમાં છે. પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતેથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફુલ થઈ ચૂકી છે અને લોકોએ અગાઉથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું.

હાલ અનેક ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળે છે. પોરબંદરથી લાંબા અંતરની ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ થયું છે જેમાં પોરબંદર આવેલા શ્રમિક વર્ગ દિવાળીના તહેવારમાં પોતાના વતન જશે અને તહેવાર વતનમાં માણશે જેથી બિહાર જતી મુજફફરપુર ટ્રેન, અમદાવાદ સુધીની સૌરાષ્ટ્ર એકસપ્રેસ, દિલ્હી સહિતની ટ્રેન આવવા અને જવા માટે હાઉસફુલ થઈ છે. કોરોના બાદ આ વખતે જિલ્લાવાસીઓ મન મૂકીને દિવાળી તહેવાર ફરવાલાયક સ્થળો અને યાત્રાધામો ખાતે ઉજવણી કરશે.

અહીં જાણો કઈ ટ્રેન કેટલી તારીખ સુધી ફુલ છે? કેટલું વેઇટિંગ?
હાવડા એકસપ્રેસ (શાલીમાર) ટ્રેન તા. 10 નવેમ્બર સુધી ફુલ છે અને 129 વેઇટિંગ છે. મુજફફરપુર ટ્રેન તા. 25 નવેમ્બર સુધી ફુલ છે.અને 399 વેઇટિંગ છે. સિકંદરાબાદ એકસપ્રેસ ટ્રેન તા. 15 નવેમ્બર સુધી ફુલ છે અને 61 વેઇટિંગ છે. સાંત્રાગાછી ટ્રેન તા. 11 નવેમ્બર સુધી ફુલ છે અને 256 વેઇટિંગ છે. સૌરાષ્ટ્ર એકસપ્રેસ અમદાવાદ સુધી તા. 8 નવેમ્બર સુધી ફુલ છે અને 81 વેઇટિંગ છે. દિલ્હી ટ્રેન તા. 5 નવેમ્બર સુધી ફુલ છે અને 186 વેઇટિંગ છે.

અન્ય સમાચારો પણ છે...