તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉપર થતો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ઈલાજમાં વપરાતી દવાઓ ઉપર GST માં રાહત આપો
  • પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસની રજુઆત

રાજયની તમામ ખાનગી હોસ્પિટલોમા કોરોનાના દર્દીઓ ઉપર થતો તમામ ખર્ચ રાજ્ય સરકારને ઉઠાવવો જોઈએ તેવી યુવક કોંગ્રેસ દ્વારા સીએમને રજૂઆત કરાઇ છે. સરકારી હોસ્પિટલો જ દર્દીઓથી ફૂલ હોય ત્યારે સામાન્ય માણસોને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલોના દરવાજાઓ ખખડાવવા પડી રહ્યા છે, એક બાજુ ધંધા રોજગાર ઠપ્પ છે, પ્રાઇવેટ હોસ્પિટલોના મોટો મોટા બીલો ભરવા બધા સક્ષમ નથી હોતા. બીજી બાજુ કોરોના વાયરસથી રક્ષણ કરતી દવાઓનો જથ્થો પણ સરકાર પાસે ઉપલબ્ધના હોવાને લીધેના છૂટકે બજારમા લોકોને મોંઘા ભાવથી લેવા જવી પડી રહી છે.

ત્યારે જેમ કોંગ્રેસ-ગઠબંધન સરકાર તામિલનાડું બની છે અને સીએમએ સપત લેતા ની સાથેજ તામિલનાડુંના બધાજ પ્રાઇવેટ હોસ્પિટલમા જે કોરોનાનો ઈલાજ કરાવી રહ્યા લોકોનો તમામ પ્રકારનો હોસ્પિટલોનો ખર્ચ તામિલનાડું સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરી છે ત્યારે ગુજરાત એક સમૃદ્ધ અને સક્ષમ રાજ્ય છે.

રાજ્યમા કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીનો તમામ ખર્ચ સરકારને ઉઠાવવો જોઈએ, હોસ્પિટલો ફૂલ હોવાના લીધે દર્દીઓ ઘરેજ સારવાર લઈ રહ્યા છે. જાતે ઓક્સિજન થી લઇને બધીજ વ્યવસ્થા જાતે કરી રહ્યા છે ત્યારે કોરોનાની દવા ઉપર જે રાજ્ય સરકાર GST લગાવી રહી છે તે બાદ કરવામાં આવેતો ઘણા માણસને પડતી તકલીફોમા રાહત થાય તેવી યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમારે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...