રાજકારણ:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠક મળી, વિવિધ નગર કારોબારીની રચના કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યશીલ રહેવા તત્પરતા દર્શાવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949થી વિદ્યાર્થી હિત માટે કામગીરીકરી રહ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપવા માટે રજૂઆતો તેમજ આંદોલન કાર્યક્રમો પણ અવારનવાર કરવામાં આવી રહ્યા છે ત્યારે દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અલગ અલગ નગર કારોબારીની રચના કરવામાં આવતી હોય છે જે અંતર્ગત પોરબંદર ખાતે બેઠક બોલાવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી

જેમાં નગર અધ્યક્ષ તરીકે સોઢા, નગર મંત્રી રવી બોખીરીયા, સહમંત્રી વિક્રાંત થાનકી, સહમંત્રી શીતલબેન ઓડેદરા, ભાવેશભાઇ ટુકડીયા, ઓમ જોશી, વિશાલ પરમાર, હાર્દીક ગોરાણીયા, પ્રેસ સયોજક લીલાભાઈ મોઢવાડિયા, હિરેન ભોગાયતા, વીજય કારાવદરા, નેહલ થાનકી, પૃથ્વીભાઇ મોઢવાડિયા સહિતના કાર્યકરોને વિવિધ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોની રજૂઆતો તેમજ સર્વાંગી વિકાસ માટે કાર્યકરો સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...