પોરબંદર અમદાવાદ વચ્ચેની વિમાની સેવા ફરી કાર્યરત થશે. ચાલુ મહિનાના અંત સુધીમાં આ વિમાની સેવાનો પ્રારંભ થશે, છેલ્લા ઘણા સમયથી પોરબંદર અમદાવાદ વિમાની સેવા બંધ થઈ હતી, અને આ વિમાની સેવા ચાલુ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા સહિતના અગ્રણીઓએ ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી હતી.
અમદાવાદ એરપોર્ટ ઉપરનું કામ ચાલુ હોવાથી આ ફલાઇટ બંધ કરી દેવામાં આવી હતી. અને હવે આ મહિનાના અંત સુધીમાં કામ પૂરું થશે. જેથી પોરબંદર અમદાવાદ વચ્ચેની વિમાની સેવા ફરી ચાલુ કરવામાં આવશે. લોકોને આ વિમાની સેવા શરૂ થયા બાદ લાભ થશે. ખાસ કરીને વેપારીઓ તેમજ પ્રવાસીઓ આ વિમાની સેવાનો લાભ લઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.