દરિયામાં ડૂબી જતા બે યુવાનોના મોત:માધવપુરના દરિયામાં નહાવા પડેલા અમદાવાદના યુવાનો ડૂબ્યા, સ્થાનિક માછીમારોએ મૃતદેહો બહાર કાઢ્યા

પોરબંદર22 દિવસ પહેલા

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે દરીયામા ડૂબી જતા યુવાનોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે. માધવપુરના દરીયા કિનારે અવાર-નાવર કોઈને કોઈ વ્યક્તિ ડૂબવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે પણ આજ પ્રકારની એક ઘટના સામે આવી છે, જેમા માધવપુરના દરિયામાં નહાવા પડેલા 2 યુવાનોના ડુબી જવાના કારણે મોત થયા હતા.

અમદાવાદના બંને યુવાનોના મોત નિંપજ્યા
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સ્થિત યુવાનો તેમના મિત્ર વર્તુળ સાથે દ્વારકાથી સોમનાથ તરફ જઇ રહેલ હતા. તે દરમિયાન માધવપુર ઘેડ ખાતે પહોંચતા તમામ 5-7 યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા. જેમાથી બે યુવાનો દરિયામાં નહાતી વખતે મોજામા તણાઈ જતા ડુબી ગયા હતા. જેમા સંજય પ્રભાતસિંહ ઠાકોર (ઉં.વ.32) રહે.થલતેજ,અમદાવાદ તથા આશીષ રાજેશ ઠાકોર (ઉં.વં19) રહે.દર્શન બંગલો થલતેજ, અમદાવાદ ખાતે રહેતા બંને યુવાનોના મોત નિંપજ્યા હતા.

પોલીસ સ્ટાફ દરીયા કિનારે દોડી આવ્યો
ઘટનાની જાણ થતા માધવપુર પીએસઆઈ એમ.એલ.પરમાર સહિતનો પોલીસ સ્ટાફ દરીયા કિનારે દોડી આવ્યો હતો. બંને યુવાનોના મૃતદેહને દરીયામાથી બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક માછીમારોના પ્રયાસથી બોટની મદદથી મૃતદેહને બહાર લાવવામા આવ્યા હતા. બંને યુવાનોના મૃતદેહને સૌ પ્રથમ માધવપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યાં હતા. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...