માધવપુર ઘેડ ગામ પોરબંદર જિલ્લાનું છેલ્લું ગામ આવેલ છે તે તાલુકા લેવલનું ગામ હોવાથી માધવપુરમા આશરે 25 થી 30 ગામોના લોકો કામ ધંધા માટે માધવપુર વધુ સહેલું પડે છે અને માધવપુર થી પોરબંદર આશરે 60 થી 70 કિમી દૂર થાય છે, માધવપુરમાં વધારે મધ્યમ વર્ગ રહે છે અને પોતે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
આ ગામમાં આશરે 400 થી 500 ટ્રક તથા ખેતી ઉપયોગી ટ્રેક્ટર ટેલર, હાલ જુના મોડલ હોય ત્યારે RTO ના નિયમ પ્રમાણે આ દરેક વાહનનું ફિટનેસ દર વર્ષે કરાવવાનું હોય, તેમા પણ સરકારના ભાવ વધારે ફી તેમજ દંડ સહિત લગભગ એક ટ્રકનું ફિટનેસ પાછળ રૂપિયા 15,000 થી વધારે ખર્ચ થાય છે.
માધવપુરથી પોરબંદર RTOમાં જવા માટે ત્રણથી ચાર હજાર રૂપિયાનું ડીઝલ ટોલટેક્સ સાથે રૂપિયા 18,000 સુધી ફિટનેસનો અંદાજે ખર્ચ થાય છે અને આખો દિવસ પડે છે તેથી વાહન ધારકોને મુશ્કેલી વેઠવી પડે છે તેથી નરેન્દ્ર મોદી વિચાર મંચ ના અગુક્રાત પ્રદેશ મંત્રી માધવપુર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
માધવપુરમાં મહિને અથવા તો બે મહિને એક દિવસ RTO ને લાગતાં કામો માટે કેમ્પ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે સાંસદ રમેશભાઈ ધડુકે પણ આ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરવામાં આવતા આગામી તા. 18 માર્ચના રોજ માધવપુર ખાતે રામદેવપીરના મંદિર પાસે મેળા મેદાનમાં ફિટનેસ રીન્યુ માટેના આયોજન કરવામાં આવશે. જેથી આ કેમ્પમાં લાભ લેવા ઈરછતા તમામ વાહન માલિકોને વાહન તથા ફિટનેસની નિયમ મુજબ ઓનલાઇન એપ્લિકેશન સાથે હાજર રહેવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.