તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગતના તાતને કુદરતનો આધાર:પોરબંદરમાં છેલ્લા 2 વર્ષ બાદ ફરી આ ચોમાસે વરસાદ ખેંચાતા ખેડૂતો મુંઝાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કપાસ અને મગફળીનું વાવેતર પિયતના ભરોસે. - Divya Bhaskar
કપાસ અને મગફળીનું વાવેતર પિયતના ભરોસે.
  • વર્ષ 2015 થી 2018 માં સર્જાયેલી સ્થિતિનું 2021 માં પુનરાવર્તન થયું

પોરબંદરમાં છેલ્લા 2 વર્ષથી જૂન મહિનાના અંત સુધીમાં સારો એવો વરસાદ વરસી જાય છે પરંતુ આ વખતે 2 વર્ષ બાદ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો મુંઝવણમાં મુકાઇ ગયા છે. વર્ષ 2015 થી 2018 વચ્ચે સર્જાયેલી સ્થિતિનું આ વખતે પુનરાવર્તન થતા લોકો વરસાદ વરસે તેની મીટ માંડીને બેઠા છે.

પોરબંદરમાં આ ચોમાસે આઠ દિવસ પહેલા વરસ્યા વાવણી લાયક વરસાદ બાદ મેઘરાજાએ મોઢુ મરડી લીધું હોય તેમ વરસાદ વરસવાનું નામ લેતો નથી. આ ચોમાસે જૂના મહિનાના અંત સુધીમાં સમગ્ર પોરબંદર પંથકમાં નહીવત વરસાદ નોંધાયો છે.

પોરબંદરમાં અત્યાર સુધીમાં 43 મીમી વરસાદ સાથે સરેરાશ વરસાદનો 6.20 ટકા વરસાદ નોંધાયો છે, રાણાવાવમાં 19 મીમી સાથે સરેરાશ વરસાદનો 2.45 ટકા વરસાદ નોંધાયો છે જયારે કે કુતિયાણામાં 26 મીમી સાથે સરેરાશ વરસાદનો 3.42 ટકા વરસાદ નોંધાયો છે. જે પાછલા 2 વર્ષ, 2019-2020 ના વર્ષના સાપેક્ષમાં ખૂબ જ ઓછો હોવાથી ધરતીપુત્રો મુંઝવણમાં મુકાઇ ગયા છે. વર્ષ 2019 ની વાત કરીએ તો જૂના મહિનાના અંત સુધીમાં પોરબંદરમાં 71 મીમી સાથે સરેરાશ વરસાદનો 11.06 ટકા, રાણાવાવમાં 72 મીમી સાથે સરેરાશ વરસાદનો 10.04 ટકા અને કુતિયાણામાં 152 મીમી સાથે સરેરાશ વરસાદનો 21.44 ટકા જેટલો મહતમ વરસાદ વરસી ગયો હતો. જયારે કે વર્ષ 2020 માં પોરબંદરમાં 211 મીમી સાથે સરેરાશ વરસાદનો 32.15 ટકા, રાણાવાવમાં 239 મીમી સાથે સરેરાશ વરસાદનો 33.04 ટકા અને કુતિયાણામાં 238 મીમી સાથે સરેરાશ વરસાદનો 33.31 ટકા જેટલો મહતમ વરસાદ વરસી ગયો હતો. જેને લીધે આ વખતે વરસાદની અપેક્ષામાં વાવણી કરી વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો મુંજવણમાં મુકાઇ ગયા છે અને કાગડોળે આકાશ તરફ જોઇ વરસાદ વરસે તેની મીટ માંડીને બેઠા છે.

કપાસ અને મગફળીનું વાવેતર પિયતના ભરોસે
પોરબંદરમાં છેલ્લા 2 ચોમાસામાં સારો એવો વરસી રહ્યો હોવાના લીધે નદી, નાળા, તળાવ અને વાવ-કુવામાં સારું એવું પાણી હોવાને લીધે ઘણા ખરા ખેડૂતોએ આ વખતે વાવણીલાયક વરસાદ થાય તે પહેલા જ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું. જયારે બાકીના ખેડૂતોએ આઠ દિવસ પહેલા વરસેલા વાવણીલાયક વરસાદ બાદ ખેતરોમાં વાવણી કરી દીધી છે અને હવે વરસાદ ખેંચાતા તમામ ખેડૂતો પોતપોતાના ખેતરોમાં વાવી દીધેલા પાકને ઉપરથી પાણી આપી ટકાવી રહ્યા છે પરંતુ જો બે-ચાર દિવસમાં જો વરસાદ નહીં થાય તો આ પાક નિષ્ફળ જવાની શકયતા વર્તાઇ રહી છે.

27 જૂન સુધીમાં પાછલા વર્ષોનો વરસાદ

વર્ષપોરબંદરરાણાવાવકુતિયાણા
201515722990
201632390
201701415
2018000
20197172152
2020211239238

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...