લેબર કોર્ટમાં ફરીયાદ:પોરબંદરમાં કામદારનુ મોત થતા વિધવા પત્નીએ કોર્ટમા ફરીયાદ દાખલ કરી; 12 લાખનું વળતર મેળવવા દાવો કરાયો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર એરપોર્ટ વિસ્તારમાં આવેલા નેવી કોસ્ટ ગાર્ડ સંસ્થાના કોન્ટ્રાક્ટરો રામ ઓડેદરા તથા અજીત ઓડેદરા સામે તેના કામદારના અકસ્માત મૃત્યુના વળતર અંગે લેબર કોર્ટમાં ફરીયાદ દાખલ થઈ છે.

કામ શરૂ થયાની ગણતરીના જ કલાકોમાં આ જીવલેણ અકસ્માત થયો
રુપિયા 12 લાખનું વળતર મેળવવાના આ દાવામાં મરનાર કામદાર રમેશ શકરા કટારીયાના વિધવા વારસ કમળાએ પોતાના વકિલ વિજય પંડ્યા મારફતે કરેલી ડેથ ક્લેઇમમાં જવાબદારો તરીકે સસ્થા કોસ્ટગાર્ડ સહિત તેના બન્ને ભાગીદાર કોન્ટ્રાકટરો સામે ફરીયાદ દાખલ કરી છે. પોતાને ત્યાં ફરજ ઉપર બોલાવેલા કડિયા કામદારનો નેવીના બિલ્ડીંગમાં બીજા માળેથી પગ લપસી જતાં નીચે પડી જતા ચાલુ ફરજે તેનુ અવસાન થયું હતું. છતા તેના વારસને કોઇ જ પ્રકારનુ વળતર ન ચુકવ્યું હોવાનુ સદરહું દાવામાં જણાવ્યું છે. આ બનાવની કમનસીબી એ બાબતની રહેલી છે કે, મરનાર રમેશ શકરા કટારીયા કડિયા વર્કરની ફરજનો પહેલો જ દિવસ અને કામ શરૂ થયાની ગણતરીના જ કલાકોમાં આ જીવલેણ અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...