તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:પોરબંદરમાં હળવા વરસાદી ઝાપટાં બાદ ઉકળાટ, કુતિયાણામાં ચાર મીમી વરસાદ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સવારે હળવા વરસાદી ઝાંપટા પડ્યા બાદ ઉકળાટ જોવા મળ્યો છે જ્યારે કુતિયાણામા સવારે 4 એમએમ વરસાદ નોંધાયો છે.

પોરબંદર જિલ્લામાં બે વર્ષથી મેઘરાજાએ મહેર વરસાવી હતી. આ વખતે પણ મેઘરાજા મહેર વરસાવશે તેવી આશાએ ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જેમાં જિલ્લામાં ખેડૂતોએ ખરીફ મગફળીનું 10300 હેકટરમાં આગોતરું વાવેતર કર્યું હતું. બાદ 36290 હેકટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. કુલ 46590 હેકટરમાં ખરીફ મગફળીનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ 840 હેકટર કપાસનું આગોતરું અને બાદ 380 હેકટર એમ કુલ 1220 હેકટર કપાસનું વાવેતર કર્યું છે. ઉપરાંત શાકભાજી અને ઘાસચારો સહિત કુલ 51586 હેકટરમાં વાવેતર થયું છે અને હજુ ખરીફ પાકનું વાવેતર બાકી છે. પોરબંદર તાલુકામાં આ વખતે 43 એમએમ વરસાદ નોંધાયો છે જ્યારે રાણાવાવમા 19 એમએમ અને કુતિયાણા તાલુકામાં 26 એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદ પડ્યા બાદ વરસાદ ખેંચાયો છે. વાતાવરણમાં ભારે ઉકળાટ વ્યાપી ગયો છે ત્યારે ગઈકાલે શુક્રવારે પોરબંદરમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવારે વરસાદી ઝાંપટા બાદ ફરી વાતાવરણમાં ગરમી વ્યાપી હતી અને લોકોએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો.

પોરબંદરમાં 1 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામા સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 4 એમએમ વરસાદ નોંધાયો છે. રાણાવાવમાં વરસાદ નોંધાયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે.

આગામી દિવસમાં વરસાદ નહિ પડે તો ખેડૂતોએ વાવેલ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. મેઘરાજા મહેર વરસાવે તેવી ખેડૂતો સહિત વેપારીઓ મીટ માંડીને બેઠા છે. ડીઝાસ્ટર વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...