પક્ષી અભયારણ્ય ખાતે શ્વાનો ઘુસી જઈને કુંજ પક્ષીનો શિકાર કર્યો હતો. પક્ષી તરફળિયા મારતું હતું. પક્ષી પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વનવિભાગ તંત્ર દ્વારા શ્વાનોને ઘુસી જતા અટકાવવા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.પક્ષી અભયારણ્ય ખાતે વારંવાર પશુઓ ઘુસી જાય છે. તેમાં પણ વારંવાર શ્વાનો અભયારણ્ય ખાતે ઘુસી જઈને પક્ષીઓના શિકાર કરે છે અને પક્ષીઓને ઈંજા પહોંચાડે છે.
આમછતાં વનવિભાગ તંત્ર દ્વારા પશુઓને અભ્યારણ્યમાં ઘુસી જતા અટકાવવા માટેની કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા વધુ એક વખત શ્વાનો દ્વારા કુંજ પક્ષીનો શિકાર થયો છે. પક્ષી અભયારણ્ય ખાતે સવારે શ્વાનો ઘુસી ગયા હતા અને વિદેશી પક્ષી કુંજનો શિકાર કર્યો હતો. કુંજ પક્ષી તરફળિયા મારતું હતું. ઉલ્લેખનીય છેકે, કુંજ પક્ષી કે જેઓ ઈંજાગ્રસ્ત બન્યા હોય અને ઉડાન ભરી શકતા ન હોય તેવા અનેક કુંજ પક્ષીએ પક્ષી અભયારણ્ય ખાતે કાયમી વસવાટ કર્યો છે.
આવા કુંજ પક્ષી અહીં સલામત રીતે વિહરી શકતા નથી. પક્ષી અભયારણ્ય ખાતે અન્ય અનેક પક્ષી વિહરતા હોય છે ત્યારે વારંવાર શ્વાનો અહીં ઘુસી જઈને પક્ષીઓ પર હુમલા કરી દયે છે. જેને લઈને પક્ષીપ્રેમીઓમા રોષ વ્યાપી ગયો છે. આથી તાકીદે પક્ષી અભયારણ્ય ખાતે પશુઓને ઘુસી જતા અટકાવવા માટે વનવિભાગ તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.