કુતિયાણા બેઠક પર ઉમેદવારની જાહેરાત:ભારે સસ્પેન્સ બાદ ભાજપે પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા પર પસંદગીનો કળશ ઢોળ્યો

પોરબંદરએક મહિનો પહેલા

ભાજપ દ્વારા ગત 10 તારીખે પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આજે વધુ 6 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલી ઓડેદરાને ટિકિટ આપી છે.

કુતિયાણા બેઠક પરથી ભાજપે ઢેલીબેન પર કળશ ઢોળ્યો
કુતિયાણા બેઠક પરથી ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ ઢેલી ઓડેદરા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઢેલીબેનને ઉપસ્થિત સૌ કોઈ આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી. તો ઢેલીબેને પણ પોતાને ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બેઠક પરથી ભારે બહુમતી સાથે તેઓ વિજેતા થશે તેઓ તેમણે વિશ્વાસ કર્યો હતો. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, પ્રજાએ કોઈથી ડરવાની જરૂર નથી. તેઓ પ્રજા વચ્ચે જ રહેશે અને પ્રજાના તમામ વિકાસને લગતા કાર્યો કરશે.

પાર્ટીના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી
ઉલેખ્ખનીય છે ગત 10 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા જ્યારે ફોન કરી ઉમેદવારને ટિકિટ આપવાની જાણ કરવામાં આવી રહી હતી. ત્યારે કુતિયાણાની આ બેઠક માટે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હાલના કારોબારી ચેરમેન રમેશ ઓડેદરાને ફોન દ્વારા તેઓને ટિકિટ મળ્યાની જાણ કરવામાં આવી હતી. જેને લઈને પાર્ટીના આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને તેઓએ આ અંગે મીડિયાને બાઈટ પણ આપી હતી. જો કે ત્યાર બાદ સમીકરણો બદલાતા પાર્ટીએ હાલ તો કુતિયાણાની આ બેઠક પરથી ઢેલી ઓડેદરાને ટિકિટ આપી છે અને ઢેલીબેને પણ જણાવ્યું હતું કે, રમેશભાઈ પણ તેઓની સાથે જ છે અને તેઓને સાથે રાખીને જ અમે ચૂંટણી લડીશું.

અન્ય સમાચારો પણ છે...