કોંગ્રેસ સમિતિનો આભાર:રાણાવાવ તાલુકાના ડેયર ગામે 28 વર્ષ બાદ લાઈટની વ્યવસ્થા કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉગ્ર રજૂઆત, ધરણાં કર્યા બાદ પીજીવીસીએલે માત્ર 12 દિવસમાં વીજળી આપી

પોરબંદર જિલ્લાના રાણાવાવ નજીક આવેલ ડેયર ગામની ટેકરી વિસ્તારમાં ચાલીસ જેટલા પરિવાર છેલ્લા ૨૮ વર્ષથી વસવાટ કરે છે, અહીં લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હતો. ત્યારે સ્થાનિકોએ કોંગ્રેસના અગ્રણી નાથાભાઈ ઓડેદરાને આ અંગેની જાણ કરી હતી. જેથી નાથાભાઈ ઓડેદરાએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને પીજીવીસીએલ વિભાગના તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ રાણા કંડોણાના પીજીવીસીએલ વિભાગની કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો.

જેથી પીજીવીસીએલ વિભાગના તંત્ર દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ધરણાં બાદ પંદર દિવસમાં ડેયર ગામ ખાતે લાઈટની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા દ્વારા પીજીવીસીએલ વિભાગના તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે પીજીવીસીએલ વિભાગના તંત્રએ ૧૨ દિવસમાં જ વીજ પોલ અને તાર બાંધી લાઇટની વ્યવસ્થા કરી આપી છે. સ્થાનિક લોકોએ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની ટીમનો હારતોલા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...