તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મુકત:અડવાણા ગામ બન્યું કોરોના મુકત, બપોરે બે વાગ્યા બાદ લોકડાઉન લાગુ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને વેગ મળ્યો

પોરબંદરનું અડવાણા ગામ ‘મારુ ગામ કોરોના મૂક્ત ગામ’ આ અભિયાનમા જોડાયુ છે. પોરબંદરના અડવાણા ગામમા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 15 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરાયુ છે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળામા પણ 5 બેડ રાખવામા આવ્યા છે. લોક જાગૃતિના અડવાણા ગામ હાલ કોરોના મૂક્ત થયુ છે. અને ભવિષ્યમા પણ ગામની કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે.

ગામમા લોકડાઉનનુ પણ યોગ્ય રીતે પાલન અર્થે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી માસ્ક અને સામાજિક અંતર સાથે દૂકાનો ખુલી રાખ્યા બાદ 2 વાગ્યા પછી ફક્ત દૂધડેરી, મેડીકલ અને અનાજ દળવાની ઘંટી ચાલુ રાખવા માટે છૂટ આપવામા આવી છે. તેવું ગામના સરપંચ ભીખુભાઈએ જણાવ્યું હતું. સામુહિક આરોગ્ય કેન્દ્રમા મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. રાજેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓને શહેર સુધી જવુ ન પડે તેની તકેદારી રાખીને કોરોના ટેસ્ટીંગ સહિત જરૂરી તમામ સારવાર આપવામા આવે છે. ગામમા 45 વર્ષથી વધુ વયના 950 નાગરિકો પૈકી 600 થી વધુએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે. હાલ ગામમા એક પણ વ્યક્તિ કોરોના સંક્રમિત નથી.

અન્ય સમાચારો પણ છે...