તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:પારાવાડાની પ્રસૂતાને અડવાણા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલેવરી કરાવી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રસૂતાના લોહીના ટકા ઓછા હતા : પુત્રને હોસ્પિટલ ખાતે ખસેડાયો

પોરબંદર તાલુકાનાં પારાવાડાની ગામમા રહેતાં સપનાબેનને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા અડવાના108ના કર્મીઓ તાબડતોબ ગામે પહોચી ગયા હતાં. અને આ પ્રસૂતાને સારવાર માટે પોરબંદરની લેડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન આ પ્રસૂતાને વધુ દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી.

ઉપરાંત માતાને લોહી ના ટકા પણ ઓછા હતા.108 એમ્બ્યુલન્સનાં એ.મ.ટી. વિશાલ ભાલોડિયા અને પાયલોટ સરમણ ચાવડાએ એમ્બ્યુલન્સને પોરબંદર આવતા માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પુત્રને બેબીકેર માટે લેડી હોસ્પિટલ પોરબંદર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો