તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સગીરવયના કિશોર અને શખ્સે બાઇક અને ઇલેક્ટ્રિક મોટર ચોરી કર્યાની કબુલાત આપી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં થયેલ ચોરીનો ભેદ ઇ-ગુજકોપની મદદથી ઉકેલાયો

પોરબંદરમાં થયેલ ચોરીનો ભેદ ઇ-ગુજકોપ ની મદદથી ઉકેલી પોલીસે શખ્સ અને કિશોરને ઝડપી લીધા હતા. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એન.રબારી દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવા જરૂરી માર્ગદર્શન આપેલું જે અંતર્ગત ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.એલ.આહીર ની સુચના મુજબ પીએસઆઇ એચ.એન.ચુડાસમા સર્વલન્સ સ્કવોડના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા.

ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી ચોરીનો ભેદ ઉકેલાયો
તે દરમિયાન કડીયાપ્લોટ રેલ્વે ફાટક પાસે રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન મીલપરા તરફ થી 2 શખ્સો વચ્ચે પ્લાસ્ટીકનુ બાચકુ રાખી સ્કુટર લઇને નીકળતા રોકાવી પુછપરછ કરતા, ઝુંડાળા પાણીના ટાંકા પાસે રહેતો રાહુલ રાજુ બેવાસી તથા સગીર વયનો કિશોર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ પાસેથી સ્કુટરના કાગળો માંગતા સ્કુટરના કોઇ આધાર પુરાવા ન હોય જેથી પોકેટકોપ - ઇ-ગુજકોપ ની મદદથી સ્કુટરના નંબર GJ25F 4842 સર્ચ કરતા માલીકનુ નામ અલગ આવતુ હોય જેથી સ્કુટર તથા બાચકામાં રાખેલ વાસણો અને પાણીની ઇલેકટ્રીક મોટર રાખવા બાબતે પુછપરછ કરતા સ્કૂટર તથા બાચકામાં રાખેલ વાસણો અને પાણીની ઇલેકટ્રીક મોટર ચોરી કરેલા ની કબુલાત આપેલ. જે બાબતે કમલાબાગ પો.સ્ટે.ખાતે આ મુજબના ગુનાઓ રજિસ્ટર થયેલ હોય અને આ સ્કૂટર અને વાસણો તથા ઇલેક્ટ્રિક મોટર ગુન્હાના કામનો ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...