તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ધો.1 થી 8 માં પ્રવેશથી વંચિત બાળકોને શાળામાં પ્રવેશ આપો

પોરબંદર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખી પ્રવેશની મંજુરી આપવા રજૂઆત

પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને પત્ર લખી મંજુરી માંગી છે કે વર્ષ-૨૦૨૦-૨૧માં કોરોના મહામારીના લીધે ધો.૧ થી ૮ માં પ્રવેશથી વંચિત બાળકોને શાળામાં પ્રવેશ આપવા બાબતે મંજુરી આપવામાં આવે. દેશ અને રાજ્યના ઘણા પરીવારો કોરોના મહામારીકાળમાં ધંધા-રોજગારને લઇને સ્થળાંતરીત થયા છે.

જેમાં ગુજરાતની સાથે અન્ય રાજ્યોના પરીવારો પણ રોજગારી-મજુરી માટે ગ્રામ્ય વિસ્તારો તેમજ નાના શહેરો તરફ આવ્યા છે, આવા પરીવારોના બાળકો તેમજ સ્થાનિક અભણ અને અણસમજુ વાલીઓએ પણ પોતાના બાળકોનો શાળા પ્રવેશ કરાવેલ ન હોવાનું જાણવા મળે છે,

જેથી પોરબંદર જીલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પરેશભાઇ હાથલિયાએ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને ગુજરાત સરકારના ‘સૌ ભણે સૌ આગળ વધે’ ના સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાત રાજ્યનો એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે રજૂવાતો કરીને હાલ પ્રવેશથી વંચિત એવા ધો.૧ થી ૮ ના બાળકોને શાળા-પ્રવેશની મંજુરી આપવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો