ભારત સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાના કામદારો તથા વિક્રેતાઓના કલ્યાણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેઓના માટે ઇ-શ્રમ કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે.
જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર પણ અસંગઠિત ક્ષેત્રના કામદારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. જેના માટે તંત્ર દ્વારા જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તથા અવાર નવાર કેમ્પ પણ યોજવામાં આવે છે.
પોરબંદર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત મારફત ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવાની કામગીરી હાલમાં શરૂ છે. તેમજ પોરબંદર શહેરમાં કડીયા પ્લોટ આંગણવાડી, ઝુરીબાગ આંગણવાડી, સુભાષનગર તુંબદા -2 આંગણવાડી તથા છાયા બેંક કોલોની આંગણવાડી ખાતે ઇ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી શરૂ છે. વધુમાં વધુ લોકો ઇ-શ્રમ કાર્ડ કઢાવે તેવી અપીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે.
ઇ-શ્રમ કાર્ડના લાભ:
ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો:
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.