તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:આદિત્યાણાની સગર્ભાની તેના જ ઘરે 108 ટીમે ડિલિવરી કરાવી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોખમી ડિલિવરી હોઇ 108ની ટીમે માતા પુત્રીનો જીવ બચાવ્યો

આદિત્યાણા ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં માટે સંપર્ક કરવામાં આવેલ. મહિલા ને વધું દુઃખાવો ઉપડતા 108 ઍમ્બ્યુલન્સ નાં ઇ.એમ.ટી ચિંતન ગોવિંદભાઈ મકવાણાએ ઘરે સ્થિતિ ચકાસતા ખ્યાલ આવ્યો કે પ્રસૂતિ ઘરે જ કરાવવી પડશે, જેથી સમય સૂચકતા સાચવીને મહિલા દર્દીને સારવાર અપાઈ હતી, દર્દી જોખમી કેટેગરીમાં હતી.

તેમનું વજન માત્ર 38 કિલોગ્રામ હતું.તેમજ દર્દી ને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે સરકારી લેડી હોસ્પિટલ લઈ જવામાં પાઇલટ રોહિતભાઈ રાયમાલ જલુ એ સમય ને ધ્યાન માં રાખીને તુરંત હોસ્પિટલએ એમ્બ્યુલન્સ પહોંચાડેલ હતી અને જતાં જતાં એમ્બ્યુલન્સ માં જ દર્દી ને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવેલ હતી. અને માતા પુત્રીનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...