તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂકાદો:વારસાઈ હક્ક હોય ત્યાં ઘ૨મેળેના લખાણથી હક્ક જતો થઈ શકે નહીં, એડિશ્નલ ડિસ્ટ્રીક્ટ જજનો ચૂકાદો

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરમેળેનું લખાણ કાયદા વિરૂદ્ધનું છે, વેચાણ દસ્તાવેજ જેવા તમામ એગ્રીમેન્ટ ફરજીયાત રજીસ્ટ્રારને પાત્ર છે

જ્યાં વારસાઈ હકક હોય ત્યાં ધ૨મેળેના લખાણથી હકક જતો થઈ શકે નહી તેવો પોરબંદરના એડીશનલ ડીસ્ટ્રીકટ જજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સામાન્ય રીતે શહેરોમાં તેમજ ગામડાઓમાં વડીલોપાર્જીત મિલકત હોય અને કોઈ એક ભાઈ પરીવારમાંથી છુટો થવા માંગતો હોય ત્યારે નોટરી રૂબરૂ કે, ધરમેળનું લખાણ લખી હકક જતો કરવા સબંધે દસ્તાવેજ તૈયાર કરવામાં આવતો હોય છે. અને તે રીતે સામાન્ય સંજોગોમાં ધરમેળેના લખાણો કરી હકક જતો કરવાની સામાન્ય લોકોમાં પ્રથા છે.

પરંતુ રજીસ્ટ્રેશન એકટની જોગવાઈ મુજબ જયારે કોઈપણ મિલકતની કિંમત રૂા.100/- કરતા વધારે હોય ત્યારે આવા કીસ્સામાં હકક જતો કરવા અન્વયે જે કાંઈ લખાણ કરવામાં આવે તે રજીસ્ટ્રેશન એકટ ફ૨જીયાત પાત્ર હોય છે એટલે કે, રીલીઝ દસ્તાવેજ કે, બીસ દસ્તાવેજ કે, વેચાણ દસ્તાવેજ જેવા તમામ એગ્રીમેન્ટો ફરજીયાત રજીસ્ટ્રર ને પાત્ર છે. અને તેમાં સરકારી નિતી નિયમ મુજબ સ્ટેમ્પડયુટી લગાડવાની હોય છે.

એક કેસમાં પોરબંદર જીલ્લાના આદિત્યાણા ગામે એક જમીનના વારસદાર રામભાઈ બારૈયા દ્વારા ઘરમેળેના લખાણથી પોતાનો હકક જમીનમાંથી જતો કરેલો હોય અને તે અન્વયે આવુ લખાણ કાયદા વિરૂધ્ધનું હોવાનું જણાવી રામભાઈ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કોર્ટમાં દાવો કરતા નીચેની કોર્ટ દ્વારા રામભાઈ બારૈયાનો દાવો મંજુર કરી બીજા વારસદાર જેવો જ હકક હોવાનું ઠરાવી કરવામાં આવેલુ લખાણ કાયદા મુજબનું ન હોવાનું ઠરાવેલું હતું. અને ત્યારબાદ અન્ય વારસદારો દ્વારા તે હુકમને ડીસ્ટ્રીકટ કોર્ટ પો૨બંદ૨માં ચેલેન્જ કરેલ હતો.

અને ત્યાં પણ અપીલ ચાલી જતા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા રેકર્ડ ઉપરનાં તમામ પુરાવાઓ તથા રજીસ્ટ્રેશન એકટ તથા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની જોગવાઈઓ ધ્યાને લઈ ધરમેળેના કોઈ લખાણથી મિલ્કતમાં કોઈ હકક જતો થઈ શકે નહી, તેવો કાયદાનો મહત્વનો સિધ્ધાંત ધ્યાને રાખી અન્ય વારસદારોની અપીલ નામંજુર કરી રામભાઈ નો પણ આ જમીનમાં બીજા તમામ વારસદારો જેવો અને જેટલો જ હકક અધિકાર હોવાનું ઠરાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો