રખડતા ઢોર મામલે તંત્ર એકશનમાં:પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા માલિકીના રખડતા ઢોર પકડાશે તો થશે કાર્યવાહી, 2 હાજરથી લઈને 5 હજાર સુધીનો દંડ વસુલાશે

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ભારે ત્રાસ જોવા મળી રહ્યોં છે. ત્યારે હાઈકોર્ટના કડક વલણને લઈને રાજ્ય સરકાર દ્વારા ઢોરવાડા ઉભા કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોરબંદર છાંયા નગરપાલિકા પણ રખડતા ઢોર મામલે જાગી હોય તેમ પાલિકા વિસ્તારમાં પશુ પાલકો જોગ એક જાહેર સુચના આપવામા આવી છે. જેમાં પાલિકા દ્વારા જણાવાયુ છે કે, જો કોઈ માલિકીના રખડતા ઢોર પકડાશે તો 2 હજારથી લઈને 5 હજાર સુધીનો દંડ વસુલવમાં આવશે.

પોરબંદર છાંયા નગરપાલીકાના પ્રમુખ તથા ચીફ ઓફીસર દ્વારા પાલીકા વિસ્તારની હદમાં પશુ/ઢોર રખડતા આસામીઓને જાહેર સુચના આપવામાં આવી છે. માલિકાના ઢોર પોતાની માલીકીની જગ્યામાં જ રાખવા નહીં કે શહેર વિસ્તારની જગ્યામાં રખડતા રાખવા. આવા રખડતા ઢોર પશુઓ માલુમ પડશે તો તેવા ઢોરને નગરપાલીકા દ્વારા પકડી પાડવામા આવશે. અને નગરપાલિકા સંચાલીત ઓડદર ખાતેની ગૌ શાળામાં રાખવામાં આવશે. પકડાયેલ ઢોર માલિકીના હોય અને તેમના માલીકો તેના ઢોર છોડાવવા આવે ત્યારે તેમની પાસેથી વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે.

પ્રથમ વખત પકડાશે તો ૨ હજાર દંડ તથા 1 દિવસનો વહીવટી ચાર્જ ૧૦૦ રુપિયા તથા 1 દિવસનો નિભાવણી ચાર્જ ૧૦૦ રૂપિયા.

બીજી વખત પકડાશે તો ૩ હજાર દંડ તથા 1 દિવસનો વહીવટી ચાર્જ ૧૦૦ રુપિયા તથા 1 દિવસનો નિભાવણી ચાર્જ ૧૦૦ રૂપિયા.

ત્રીજી વખત પકડાશે તો ૫ હજાર દંડ તથા 1 દિવસનો વહીવટી ચાર્જ ૧૦૦ રુપિયા તથા 1 દિવસનો નિભાવણી ચાર્જ ૧૦૦ રૂપિયા.

1 દિવસનો નિભાવણી માટેનો ચાર્જ છે. બીજા દિવસથી 100નો વધારો દર દિવસે લગાડીને વસુલ કરવામાં આવશે.

ઉપરોક્ત મુજબ નિયત કર્યા મુજબની રકમ વસૂલ કર્યા બાદ પોતાના ઢોરને જાહેરમાં છોડીશ નહી. તેવી લેખિતમાં કબુલાત લઈને જ ઢોરને પરત કરવામાં આવશે. તેમજ ગુ.મ્યુ.એક્ટની કલમ-૨૪૨(૧) તળે કોઈ પણ ઢોરને સાત દિવસમાં છોડાવવા માટે નહી આવે તો તે ઢોરની હરાજી કરીને અથવા તો પાંજરાપોળ તથા અન્ય સંસ્થાને મફત આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...