સુચના:RTE હેઠળના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવશે તો થશે કાર્યવાહી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ અધિકારી દ્વારા ખાનગી શાળાના આચાર્યોને લેખિત સુચના

RTE હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવ રાખશો તો કાર્યવાહી થશે તેવી શિક્ષણ અધિકારી દ્વારા તમામ ખાનગી શાળાના આચાર્યોને લેખિત સૂચના અપાઈ છે. RTE હેઠળ શાળામાં જે પણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે તે બાળકો સાથે નામાંકિત શાળાઓ દ્વારા ભેદભાવ રખાઈ રહ્યો હોય તેવી વાલીઓની રજુઆત અનુસંધાને NSUI પોરબંદર દ્વારા શિક્ષણ અધિકારી કચેરીને રજુઆત કરવામાં આવી છે. RTE સિવાયના અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓની જેમજ RTE અંતર્ગત પ્રવેશ મેળવી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર કરવાનો રહેશે અને શૈક્ષણિક કાર્ય કરાવવાનું રહેશે.

RTEના વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરા દ્વારા તમામ સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આ અંગેની કોઈ વાલી તરફથી ફરીયાદ મળશે તો તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસમાં આ બાબતેની કોઈ ક્ષતી સામે આવશે તો શાળા વિરૂધ્ધની નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા શિક્ષણ અધિકારી દ્વારા તમામ ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યોને લેખિત સૂચના આપવામાં આવી છે. અત્રે નોંધનીય છેકે, એબીવીપી દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઇ પગલા લેવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...