કાર્યવાહી:સામાજીક અંતર ન રાખી ધંધો કરનારા દુકાનદારો, લારી ધારકો સામે કાર્યવાહી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં કોરોના મહામારી અંગેના જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં કોવિડ-19 અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી, ગ્રાહકો વચ્ચે ૬-ફૂટનું સામાજીક-અંતર ન જળવાઇ તે રીતે પોતાના ધંધાકિય સ્થળ આસપાસ ગ્રાહકો ભેગા કરી, જાહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ ફેલાઇ તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કરનારા દુકાનદારો, કેબીનવાળા તથા લારી ધારકો સામે પોલીસે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પેરેડાઈઝ રબારી કેડામાં રહેતા વિરાભાઇ નથુભાઇ કોડિયાતરએ શહેરના યુગાન્ડા રોડ પર આવેલી પોતાની મેડિકલની દુકાન આસપાસ ગ્રાહકો એકઠા કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ

તેમજ હાઉસીંગ બોર્ડ કોલોની વિસ્તારમાં રહેતા મીલન ભરતભાઇ સત્યદેવએ છાંયાચોકી ચાર રસ્તા પાસે આવેલી પોતાની મધુરમ ઇલેકટ્રોનિક્સ નામની દુકાન આસપાસ ગ્રાહકો ભેગા કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ, તેવી જ રીતે જલારામ કોલોનીમાં રહેતા વિજય રણમણિભાઇ લોઢીયાએ કુતિયાણા શહેરના મેઇન રોડ પર આવેલી પોતાની દુકાન આસપાસ ગ્રાહકોની ભીડ ભેગી કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ, તો આ ઉપરાંત સુભાષનગરમાં રહેતા કરણ ગોપાલભાઇ સલેટએ સુભાષનગર રોડ પર આવેલી પોતાની ભગવતી પાન નામની કેબીન આસપાસ ગ્રાહકો એકઠા કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ

તેમજ નવા કુંભારવાડામાં રહેતા અરવિંદ હર્યાભાઇ કુશવાહાએ શહેરના જ્યુબેલી પાણીના ટાંકા પાસે પોતાની પાણીપુરીની રેકડી ઊભી રાખી ગ્રાહકોની ભીડ ભેગી કરવાનું બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ, તેવી જ રીતે રાણાવાવના ઇશાર ઇકબાલભાઇ બુખારીએ મોઢે માસ્ક પહેર્યા વગર રાણાવાવના બસ સ્ટેશન પાસે પોતાની શાકભાજીની રેકડી ઊભી રાખી ગ્રાહકોની ભીડ એકઠી કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ. જાહેરનામાના ભંગ બદલ પોલીસે ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...