તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોરબંદરમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વગર લાયસન્સે રોંગ સાઇડ પર પુરપાટ ઝડપે વાહન ચલાવનાર સામે ફરિયાદ

પોરબંદર શહેરના જ્યુબેલી પુલ પરથી ધીરૂ લાલા રાઠોડ પોતાના કબ્જાવાળી ટ્રક નં.- GJ-14 T-3119 ને બેફામપણે પૂરપાટ ઝડપે અને માનવ જીંદગી જોખમાઇ તેમ બેદરકારી પૂર્વક ચલાવીને નીકળતા પોલીસે ધીરૂ સામે ગુનો નોંધ્યો હતો. તેવી જ રીતે શહેરના પેરેડાઇઝ સીનેમા પાસેના રોડ પરથી આનંદ ઉર્ફે ઘડો કૃષ્ણકાંત બુચ પોતાના કબ્જાવાળા સ્કૂટર નં.- GJ-01-PU- 7207 ને પૂરપાટ ઝડપે અને કાવા મારીને મારી બેદરકારીભરી રીતે ચલાવીને નીકળતા પોલીસે આનંદ સામે ગુનો નોંધ્યો હતો. તેવી જ રીતે શહેરના બોખીરાથી વાયા ત્રણ માઇલ થઇને કોળીખડા ગામે જતા રોડ પરથી રણમલ લાખા ગોઢાણીયા પોતાના કબ્જાવાળા ફોરવ્હીલ વાહન નં. GJ-03-Z-7191 ને લઇને પૂરપાટ અને માનવ જીંદગી જોખમાઇ તેમ રોડની રોંગ સાઇડ પર ચલાવતો નીકળતા પોલીસે રણમલ સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત આદિત્યાણા ગામના જાહેર રોડ પરથી રમેશ સુકા મોરીએ પોતાના કબ્જાવાળી રીક્ષાને મારંમાર અને માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવીને નીકળતા પોલીસે રમેશ સામે ગુનો નોંધ્યો હતો તેમજ જિલ્લાના કુતિયાણા શહેરના જીનનાકા પાસેના રોડ પરથી કરણ રાણા વાઘીયા એ પોતાના કબ્જાવાળુ મોટરસાઇકલ નં. GJ-03-LE-8885 ને પૂરપાટ ઝડપે અને ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાચો કરતો નીકળતા પોલીસે કરણ સામે ગુનો નોંધ્યો હતો, તેવી જ રીતે કુતિયાણા નજીકના પસવારી પાટીયા પરના રોડ પરથી મનોજ ધીરૂ માવદીયા પોતાના કબ્જાવાળુ મોટરસાઇકલ નં. GJ-25-F-2715ને વગર લાયસન્સે રોડની રોંગ સાઇડ પર પૂરપાટ ઝડપે ચલાવીને નીકળતા પોલીસે મનોજ સામે ગુનો નોંધ્યો હતો. આમ પોરબંદર ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને વાહનો ચલાવનારાઓ સામે લાલઆંખ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો