તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હોળીની રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાયો

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર હડફેટે મહિલાનું મોત થયું હતું : પોલીસે નેત્રમ અને પોકેટ કોપની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલ્યો

પોરબંદરમાં હોળીની રાત્રીએ એક કાર ચાલકે ત્રણ વ્યક્તિને કાર હડફેટે લેતા એક મહિલાને ગંભીર ઇંજા પહોંચાડી મોત નિપજાવી ચાલક નાશી છૂટ્યો હતો. જે બનાવના પ્રકરણમાં પોલીસે નેત્રમ અને પોકેટ કોપની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો હતો.

પોરબંદરના છાંયા એસીસી રોડ પર હોળીની રાત્રીના એક અજાણી કારના ચાલકે શાંતાબેન સુરેશભાઇ કોરીયા, રાણીબેન સામતભાઇઅને મિલન કેશુભાઇને કાર હડફેટે લઇ ગંભીર ઇજા કરી હતી જેમાં શાંતીબેન સુરેશભાઇ કોરીયાનુ મોત નીપજાવી ચાલક નાશી ગયેલ હતો જે અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.

થતા ઇન્ચાર્જ પીઆઇ આહીરના માર્ગદર્શન હેઠળ છાંયા પોલીસ મથકના પીએસઆઇ આર.એચ.સીદી તથા સ્ટાફે બનાવવાળી જગ્યાના રોજકામ દરમ્યાન ખાનગી બાતમીદારોને મળી તથા કમાન્ડ કન્ટ્રોલના પીએસઆઇ પી.આર.પટેલ અને નેત્રમ ટીમ નો સંપર્ક કરી પોરબંદર નેત્રમ ના CCTV ફુટેજ દ્વારા તપાસ કરી આ કાર મળી આવેલ, જે બાબતે તપાસ કરી મળી આવેલ શંકાસ્પદ કારના નંબર બાબતે પોકેટ કોપની મદદથી માલીકના નામ સરનામા મેળવેલ. જેમાં કાંધલ હાજાભાઇ ઓડેદરા રહે.

સેવા સદનની પાછળ સરકારી પ્લોટ નં.45 નુ સરનામુ મળતા આ જગ્યાએ તપાસ કરતા અકસ્માતમાં સંડોવાયેલ કાર તથા ચાલક મળી આવ્યા હતા અને ચાલકની પુછપરછ કરતા ચાલક ગુન્હાની કબુલાત આપતા આ આરોપીને ધોરણસર અટક કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો