હુકુમ:કુતિયાણા સહકારી બેંકમાં ઉચાપત કરનાર આરોપીના જામીન નામંજૂર

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક કર્મીએ મેનેજર સાથે મળી ખોટી એન્ટ્રીઓ કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી

જિલ્લા સહકારી બેન્ક ના મેનેજર જુનાગઢના સી. કે ત્રાબડીયા એ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સહકારી બેન્કના મેનેજર વિજય ભુરા પરેજીયા , ક્લાર્ક પ્રકાશ બેચર ચાંચીયા, અને મેનેજરના પુત્ર દેવલ વિજય પરેજીયા વિરૂધ્ધ ફરીયાદ કરી હતી

જેમાં મેનેજર અને ક્લાર્કએ મળી 2018ના અરસામાં પોતાની ફરજ દરમ્યાન ગુન્હાહીત કાવત્રુ રચી જુદીજુદી પધ્ધતિ અને તારીખોએ કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ પાડી, ખોટા વાઉચરો બનાવી, ખોટા હીસાબો ઉભા કરી બચત ખાતાના ખાતેદરોએ આપેલા ચેક ખાતાઓમા ઉધાર્યા વિના ચેકો પાસ કરી દઈ અને ગુન્હાને સુલટાવવા અમુક ૨કમો પાછળથી ઉધારી દઈ અને અમુક રકમો બેન્ક મેનેજરના દીકરાના ખાતા તથા આરોપી કલાર્કએ પોતાના બેન્ક ખાતામાં જમા કરી ઉપાડી લઈ બેન્કને લાખોની રકમનુ નાણાકીય નુકશાન પહોચાડેલ હોય જેથી કુતિયાણા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંઘી આરોપી પ્રકાશ બેચરભાઈ ચાંચીયાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતા જેલ હવાલે કરવામા આવેલ અને આરોપી સહકારી બેન્ક ના મેનેજર તથા તેઓના પુત્ર નાસતા ફરતા હોય શોધખોળ શરૂ કરેલ હતી.

જેલ હવાલે થયેલ આરોપી પ્રકાશ ગુન્હામાં પોતે નિર્દોષ હોવાનુ જણાવી જામીન પર મુકત થવા પોરબંદરની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ માં અરજી કરેલી. આરોપીની જામીન અરજીનો સરકાર તરફે મદદનીશ જીલ્લા સરકારી વકીલ અનિલ લીલાએ વિરોધ કરી જણાવેલ કે આરોપીને જો જામીન આપવામા આવશે તો આ પ્રકાર ગુન્હા આચરતા નોકરી કરતા આસામીઓને અને આર્થિક ગુન્હાખોરી કરતા શખ્સોને પ્રોત્સાહન મળશે જેથી આવા ગુન્હા પર નિયંત્રણ લાવવા જામીન આપવા જોઈએ નહી તેવી દલીલો તથા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા રજુ કરવામા આવેલ આરોપીની જામીન પર મુકત થવાની અરજી પોરબંદર ના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહબેની કોર્ટે નામંજુર કરતો હુકમો કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...