તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શીશલીના યુવાનની આત્મહત્યા પ્રકરણમાં આરોપીની ધરપકડ

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 1 આરોપીની બાર દિવસ પહેલા ધરપકડ કરાઇ હતી

શીશલી ગામના યુવાનને અગાઉ થયેલા જૂના મનદુ:ખને લઇને 2 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી યુવાને આત્મહત્યા કરી હોવાના પ્રકરણમાં પોલીસે અગાઉ 1 આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આજે બીજા આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

શીશલી ગામના કચરાભાઇ મુરુભાઇ ઓડેદરાએ ફરિયાદ કરી હતી કે તેમના કાકા ગીગા લાખા ઓડેદરાને ઇલેકટ્રીક કનેકશન લેવા બાબતે રાજુ ભીમાભાઇ મોઢવાડિયા તથા તેમના ભાઇ અને પિતા સાથે ઝગડો થયો હતો જે બાબતનું મનદુ:ખ રાખી રાજુ ભીમાભાઇ મોઢવાડિયા તથા વિક્રમ મેરામણભાઇ મોઢવાડિયાએ રાણા મુરુભાઇ ઓડેદરા અને ગીગા લાખાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે ધમકીઓથી કંટાળીને રાણા મુરુભાઇ ઓડેદરાએ ઝેરી ટીકડા ખાઇ લેતા તેમનું મોત નિપજયું હતું.

આ ફરિયાદ બાદ પોલીસે ડાંગરવડ ગામના પાટીયા પાસેથી અગાઉ વિક્રમ મેરામણ મોઢવાડિયાને ઝડપી લીધો હતો અને રાજુ ભીમા મોઢવાડિયાની શોધખોળ ચાલી રહી હતી દરમિયાનમાં રાજુ ભીમા મોઢવાડિયા પોલીસને ગઇકાલે મળી આવતા પોલીસે તેને પણ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...