ધરપકડ:રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનાે ફરાર આરોપી ઝડપાયો

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • હત્યાના આરોપીને આજીવન કેદની સજા થઇ હતી

હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ રાજકોટ મધ્યસ્થ જેલના ફરાર પાકા કામના કેદીને પોરબંદરની પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો છે. પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં પીએસઆઇ એન.એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પોરબંદર સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, પાકા કામનો ફરાર કેદી સંજય હરીશ ડોડીયા રહે. ભડ ગામ વાળો ખાપટ નાગ દેવતાના મંદિર પાસે ઉભેલ છે. જેથી બાતમીવાળી જગ્યાએ તપાસ ફરાર કેદી સંજય ડોડીયા હાજર મળી આવેલ જેથી તેમને ઝડપી તેનો કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવેલ આથી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા કામગીરી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી ગિર સોમનાથ મરિન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુન્હા મુજબ હત્યાનો આરોપી હતો અને કોર્ટમાં કેસ ચાલી જતાં હત્યાનાં ગુન્હામાં સજા થયેલ. જે સજા રાજકોટ મધ્યસ્થ જેલમાં કાપતો હોય, ત્યાંથી તા.16/03/2021 થી 14 દિવસની ફર્લો રજા ઉપર ગયેલ અને તેને તા.31/03/2021નાં રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય.પરંતુ સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ હતો.

અન્ય સમાચારો પણ છે...