જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મંયકસિંહ ચાવડા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા હથિયાર ધારાના ગુનામાં ફરાર આરોપીને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ અંગે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યાને સૂચના આપવામાં આવી હતી. તેના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે હથિયાર ધારાનો આરોપી યુસુફ અસલમ ચન્દ્રપુર ગામે (વાંકાનેર) ખાતે રહે છે.
બાતમીના આધારે ફરાર આરોપી યુસુફ અસલમ (ઉ.વ.29)ને ચન્દ્રપુર ગામેથી પકડવામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ પણ કરી હતી. આરોપી પાસેથી એક દેશી તમંચો અને 2 નંગ કારતૂસ મળી આવ્યા હતા. આરોપીને રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો છે.
PI એચ.બી.ધાંધલ્યા તથા ASI કે.બી.ગોરાણીયા, એમ.એચ.બેલીમ તથા હેડ કોન્સ્ટેબલ રવિ ચાંઉ, સરમણ રાતીયા, હરદાસ ગરચર તથા સમીર જુનેજા, ભીમા દેવા તથા ડ્રાઈવર ASI માલદે પરમાર તથા ગિરીશ વરજાંગે આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.