પાલિકા દ્વારા ખસીકરણ કામગીરી નીલ:પોરબંદરના સિવીલ હોસ્પિટલના આંકડા મુજબ અઢી માસમાં 804 લોકોને શ્વાનોએ બચકા ભર્યા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં શ્વાનોની સંખ્યા વધી રહી છે, પાલિકા દ્વારા ખસીકરણ કામગીરી નીલ
  • શ્વાનોની સંખ્યા નિયંત્રણમાં રહે તે માટે ખસીકરણ કામગીરી કરવી જરૂરી બની : શહેરીજનો શ્વાનનો ભોગ બની રહ્યા છે

પોરબંદરના સિવીલ હોસ્પિટલના આંકડા મુજબ અઢી માસમાં 804 લોકોને શ્વાનોએ બચકા ભર્યા છે. શહેરમાં શ્વાનોની સંખ્યા વધી રહી છે, આમછતાં દાયકાથી વધુ સમયથી પાલિકા દ્વારા ખસિકરણ કામગીરી કરવામાં આવી નથી. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં શ્વાનોની સંખ્યા વધી રહી છે. શ્વાન કરડવાના બનાવો પણ યથાવત રહ્યા છે.

શહેરમાં ખારવાવાડ, વિરડિપ્લોટ, કડીયાપ્લોટ, ઝુંડાળા, છાયા, વાડિયા રોડ, પેરેડાઈઝ સહિતના વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો નોંધાઈ છે. કેટલાક વિસ્તારમાંથી પસાર થવામાં પણ વાહન ચાલકોને ભય લાગતો હોય છે. શ્વાનો વાહન ચાલકોની પાછળ ભસતા દોડતા હોય છે જેને કારણે વાહન સ્લીપ થવાના પણ બનાવો બને છે. કેટલાક વિસ્તારોમાં ઘરે આવતા મહેમાનોને પણ શ્વાને બચકા ભર્યા હોવાના બનાવો સાંભળવા મળે છે.

બાળકોથી માંડીને વૃદ્ધ નાગરિકો શ્વાનના બચકાનો ભોગ બની રહ્યા છે. સરકારી ભાવસિંહજી હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા અઢી માસ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનોએ 804 વ્યક્તિઓને બચકા ભર્યાનું નોંધાયું છે. અઢી માસ દરમ્યાન 804 વ્યક્તિ શ્વાનના બચકાનો ભોગ બનતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હોવાનું નોંધાયું છે.

પાલિકા દ્વારા શ્વાનોના ખસિકરણની કામગીરી કરવામાં આવી નથી. દાયકાથી પણ વધુ સમય થયો છે. ત્યારે હજુસુધી શ્વાનોના ખસિકરણ અંગેની કામગીરી કરવામાં આવી નથી. શ્વાનો વફાદાર અને પ્રેમાળ પ્રાણી છે પરંતુ તેની વસ્તી નિયંત્રણમા રહે તે માટે ખસિકરણ કામગીરી કરવી જરૂરી બની છે.

પોરબંદર શહેરમાં શ્વાનોની સંખ્યા ?
પોરબંદર શહેરમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 6194 શ્વાનની સંખ્યા નોંધાઈ હતી જ્યારે રાણાવાવમા 2881 શ્વાનો અને કુતિયાણામા 3153 શ્વાનોની સંખ્યા નોંધાઈ હતી. પોરબંદર શહેરમાં ખસિકરણ કામગીરી કરવામાં આવી નથી જેથી દાયકા બાદ આ સંખ્યામાં ખૂબ વધારો થયો હોય તે સ્વાભાવિક છે.

શું કહે છે પાલિકા તંત્ર?
પોરબંદર નગર પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું ભૂતકાળમાં શ્વાનોનું ખસિકરણ થયું હોય તો ખબર નથી પરંતુ 10 વર્ષથી વધુનો સમયથી શ્વાનોનું ખસિકરણ કરવામાં આવ્યું નથી. પશુપાલન વિભાગની ટીમને સાથે રાખીને શ્વાનોનું ખસિકરણ કરવાનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...