તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિમેન્ટ ફેક્ટરીમાં દુર્ઘટના:પોરબંદરના રાણાવાવમાં અભિનેત્રી જુહી ચાવલાના પતિની ફેક્ટરીની ચીમનીમાં 6 દટાયા, 3 જીવીત

પોરબંદરએક મહિનો પહેલા
  • કામગીરી માટે બાંધેલો માચડો તૂટી પડતા અકસ્માત સર્જાયો
  • NDRFની 2 ટીમ મોકલવા મુખ્યમંત્રીએ સૂચના આપી
  • મુખ્યમંત્રીએ કલેકટર સાથે વાતચીત કરી દુર્ઘટના અંગે માહિતી મેળવી
  • સત્વરે રાહત બચાવ કામગીરી કરવા કલેકટરને સૂચના આપી

પોરબંદરના રાણાવાવ શહેરમાં આવેલી અભિનેત્રી જુહી ચાવલાના પતિની સિમેન્ટ ફેક્ટરીમાં 85 મીટર ઊંચી ચીમનીમાં અકસ્માત સર્જાતા 6 મજૂરો દટાઇ ગયા છે. તેમાંથી 3 જીવતા બહાર નીકળ્યા છે. ચીમનીમાં દટાયેલા મજૂરોને બહાર કાઢવા હાથ ધરાયેલ સર્ચ એન્ડ રેસક્યુંની કામગીરીને કલાકો વીતી જવા છતાં આ મજૂરોને હજુ બહાર કાઢી શકયા ન હોવાથી આ મજૂરોના મોત થયા હોવાની આશંકા પ્રબળ બની છે.

એકાએક લાકડાની પ્રાજ ભાંગી
રાણાવાવમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની ફેક્ટરી કે જેનું સંચાલન અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતા હસ્તક છે તે ફેક્ટરીની 85 મીટર ઊંચી ચીમનીમાં અંદરની બાજુએ કલર કામ ચાલતું હતું. જે કલર કામ આજે સવારે પૂરું થઈ જતાં કલર કામ કરવા માટે બાંધેલી પ્રાજ છોડવાની કામગીરી કોન્ટ્રાકટરના માણસો દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તે ચાલી રહી હતી તે દરમિયાન એકાએક આ લાકડાની પ્રાજ ભાંગી પડતાં કામ કરી રહેલા 6 મજૂરો તેમાં દટાઇ ગયા છે. આ દટાઇ ગયેલા 6 મજૂરોને બહાર કાઢવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્ચ અને રેસક્યુંની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ લખાય છે ત્યાં સુધીમાં હજુ મજૂરોને બહાર કાઢવાની કામગીરીમાં સફળતા ન મળતા અકસ્માતનો ભોગ બનેલા મજૂરોના મોતની આશંકા પ્રબળ બનતી જાય છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોરબંદર જિલ્લા પોલીસ વડા અને પોરબંદરના જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચી ગયા છે.

સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી ખાતે 85 મીટરની ચીમની આવેલ છે.
સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી ખાતે 85 મીટરની ચીમની આવેલ છે.

7 કલાક રેસ્ક્યુ ચાલ્યું છતાં નિષ્ફળતા
રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં દુર્ઘટના ઘટી છે. ગુરુવારે બપોરે 3:15 કલાકે 85 મીટરની ચીમનીમા 6 શ્રમિકો પડી ગયાની ઘટના સામે આવી છે. આ 6 શ્રમિકોના મોતની આશંકા દર્શાઈ રહી છે. 7 કલાકથી રેસ્ક્યુ હાથ ધરાયુ છતાં શ્રમિકોને બહાર કાઢી શકાયા નથી.

રાણાવાવ 2 ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી ખાતે 85 મીટરની ચીમની આવેલ છે. આ ચીમની દર વર્ષે બે વર્ષે સફાઈ કરવાની થતી હોય છે. હાલ આ ફેકટરીમાં સ્તડાઉન ચાલુ હોય અને ચીમનીમા ડસ્ટિંગ અને કોટિંગ જામી જતી હોય છે જેથી તેની સફાઈ અને કલરકામ માટે તાજેતરમાં આ ફેકટરી દ્વારા મુંબઈની સેફટી રાઈઝ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ચીમનીની સફાઈ પૂર્ણ થયા બાદ શ્રમિકો લોખંડનો માચડો છોડવા ગયા હતા તે દરમ્યાન દુર્ઘટના ઘટતા શ્રમિકો બપોરે 3:15 કલાકે ચીમનીમા ખાબકી ગયા હતા. અને આ અંગેની જાણ થતા શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.

રેસ્ક્યુ કામગારી જારી
રેસ્ક્યુ કામગારી જારી

ફેકટરીના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 જેટલા શ્રમિકો ચીમનીમાં ફસાયા છે. આ લખાઈ છે ત્યાં સુધીમાં 7 કલાક જેટલા સમયથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે છતાં શ્રમિકોને બહાર કાઢી શકાયા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ 6 જેટલા શ્રમિકોના મોત થયાની આશંકા સેવાય રહી છે. ચીમનીની ઊંચાઈ વધુ છે અને આ શ્રમિકો વચ્ચેથી પડયા હતા. દુર્ઘટના ને પગલે પોલીસ, કલેકટર સહિતનું વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે અને 7 કલાકના રેસ્ક્યુ બાદ પણ આ શ્રમિકો બહાર નીકળ્યા ન હોવાથી તેઓના મોતની પૂરેપૂરી આશંકા વ્યક્ત થઈ રહી છે.

કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી.
કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી.

ચીમનીમાં ફસાયેલ શ્રમિકોના નામ
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડની ચીમનીમાં દુર્ઘટના ઘટી છે જેમાં પ્રાપ્ય માહિતી મુજબ દારાસિંગ માખન રજાક, શ્રીનીવાસ માતાદિન રજાક, સુનિલ યજા દયાલ, વિરસિંગ શ્રીનીવાસ જાદવ, વજેન્દ્ર મુનીરામ જાદવ અને કપ્તાન રામેક રજાક નામના 6 શ્રમિકો ચિમનીની અંદર ખાબકયા હતા.

કોડીનારથી ક્રેન મંગાવી છે
રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં ચીમનીમા ફસાયેલ શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે ત્યારે અહીંની ક્રેન નાની હોય જેથી મોટી ક્રેન મંગાવવી પડે તેમ હોય જેથી કોડીનારની સિમેન્ટ ફેકટરી માંથી ક્રેન મંગાવી છે.

શ્રમિક લોખંડના પાઇપમાં વચ્ચે દટાયેલો નજરે પડ્યો હતો.
શ્રમિક લોખંડના પાઇપમાં વચ્ચે દટાયેલો નજરે પડ્યો હતો.

ચીમનીમાં લાઇટ નાખી એક વ્યક્તિને ઉતારવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં ચીમનીમાં ફસાયેલ શ્રમિકોને બહાર કાઢવા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે અને ચીમનીમાં લાઈટ નાખી એક વ્યક્તિ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

CMએ કલેક્ટર સાથે વાત કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટનામાં શ્રમિકોને બહાર કાઢવા તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી NDRFની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...