દુર્ઘટના:પોરબંદર-રાજકોટ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું

પોરબંદરથી રાજકોટ જતા હાઇવે પર રાણાવાવ પાસે બાયપાસ રોડ પર મોટરકાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરથી રાજકોટ જતા હાઇવે પર રાણાવાવ બાયપાસ પર ગત તા. 09-05-2022 ના રોજ માણાવદર મુકામે રહેતા નાગાજણભાઇ ભીમાભાઇ શર્મા (વાઢેર) ઉ. 27 પોતાના બાઇક નં. GJ-11-RR-2549 પર જતા હતા.

ત્યારે પોરબંદરના પ્રયાગભાઇ અનંતરાય રામાવતની મોટરકાર નં. GJ-01-RV-1415 સાથે અથડાતા નાગાજણભાઇને ગંભીર ઇજાઓ થતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે તેમના પત્ની સોનલબેન નાગાજણભાઇ શર્મા (વાઢેર)એ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...