શિયાળાની શરૂઆતમાં પોરબંદરમાં શાકભાજીની પુષ્કળ આવક થઈ છે. શાકભાજીના ભાવમાં 10 થી 60 ટકાનો ઘટાડો જોવા મળે છે. દેશી રીંગણ, ફુલાવર, ટમેટા સહિત લીલોતરી શાકભાજીની ખરીદી વધી છે. શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે શિયાળાની ઋતુમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખે છે અને આરોગ્ય પ્રદ ખોરાક અંગે ઔષધિઓ ગ્રહણ કરે છે.
શિયાળામાં ઓળા રોટલા અને ઉંધીયું બનાવવામાં આવે છે અને આ વાનગીનો આસ્વાદ માણે છે. આ વાનગીની સોડમ ઘરે ઘરે પ્રસરશે કેમકે શાકભાજીની આવક પુષ્કળ પ્રમાણમાં વધી છે અને ભાવ 10 થી 60 ટકા ઘટ્યા છે. પોરબંદરની શાક માર્કેટમાં શાકભાજીની આવક થઈ છે.
ખાસ તો દેશી શાકભાજી અને લીલોતરી શાકભાજીની આવક વધી છે. લીલી ડુંગળી, બીટ, લીલું લસણ, મેથી, પાલક સહિતના શાકભાજી 50 ટકા સસ્તા થયા છે. ઉંધીયું બનાવવા માટેના પણ તમામ શાકભાજીની આવક થઈ છે.
આદુ, ભીંડા, દૂધીના ભાવ વધ્યા
શાકભાજીના ભાવમાં 10 થી 60 ટકાનો ઘટાડો થયો છે ત્યારે આદું નો કિલાનો ભાવ રૂ. 50 હતો તે વધીને રૂ. 80 થયો છે જ્યારે ભીંડા રૂ. 40 ના કિલો મળતા હતા તે હાલ રૂ. 60 માં મળે છે આ ઉપરાંત દૂધી રૂ. 15ની કિલો મળતી હતી તે હાલ રૂ. 30ની કિલો મળે છે.
સ્થાનિક શાકભાજીની આવક
આ વખતે વરસાદ સારો પડ્યો છે અને પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ શાકભાજીનું પુષ્કળ વાવેતર કર્યું હતું. હાલ બજારમાં શાકભાજીની આવક થાય છે તે શાકભાજી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માંથી આવક થઈ રહી હોવાનું શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું.
શાકભાજીના કિલોના ભાવ | ||
શાકભાજી | પહેલા | હાલ |
રીંગણ | 60 | 30 |
મરચા | 80 | 30 |
ટમેટા | 50 | 30 |
ગુવાર | 80 | 50 |
ફલાવર | 80 | 30 |
મૂળા | 50 | 25 |
બીટ | 80 | 40 |
સિમલા મરચાં | 100 | 50 |
લીલી ડુંગળી | 60 | 30 |
લીલું લસણ | 200 | 100 |
પાલક | 80 | 30 |
ખીરા કાકડી | 60 | 30 |
પાંદડી | 150 | 100 |
મેથી | 100 | 60 |
ગાજર | 80 | 60 |
હળદર | 100 | 60 |
વાલોર | 100 | 50 |
લીંબુ | 80 | 50 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.