સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ લંપી વાયરસના કેસો સામે આવતા પશુપાલન વિભાગ સહિત જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વાયરસનો કાબુમા લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં હાલ પશુઓની સંખ્યા અંદાજીત 45 હજાર જેટલી થવા જાય છે, ત્યારે પોરબંદર જિલ્લામાં હાલ 324 જેટલા લંપી વાયરસના કેસો સામે આવ્યા છે, જેમાથી 23 જેટલા કેસોમાં પશુઓના મોત નિપજ્યા છે.પશુઓમાં ગાય-આખલામાં વધુ પ્રમાણમાં જોવા મળતા લમ્પી વાયરસનું પ્રમાણ વધે નહી તે માટે પોરબંદર શહેરથી દૂર જીઆઈડીસી વિસ્તારમાં લમ્પી વાયરસથી પિડીત પશુઓ માટે અલગ આઈસોલેટ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં આ પશુઓની પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે અને જે પણ શંકાસ્પદ પશુઓ જણાય તેઓને અહી લાવવામાં આવી રહ્યા છે. પશુઓમા લંપી વાયરસનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્રારા પોરબંદર જિલ્લા 9152 જેટલા પશુઓને રસીકરણ કરવામા આવ્યું છે.લમ્પી વાયરસ એટલે કે અછબડા અને શિતળા જેવા આ રોગની સારવાર માટે કુલ 6 જેટલી ડોક્ટરોની ટીમ તેમજ મોબાઈલ પશુવાન બનાવી તેઓની સારવાર કરવામાં આવી રહી છે.
શંકાસ્પદ પશુઓને રસીકરણની કામગીરી હાથ ધરાઈ
લમ્પી વાયરસના કેસોમાં પશુઓની યોગ્ય સારવાર કરી શકાય તે માટે પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા જીઆઈડીસી ખાતે અલાયદો આઈસોલેટ વોર્ડ ઉભો કરી આવા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તો આ લંપી વાયરસની કોઈ દવા નથી. પરંતુ શંકાસ્પદ પશુઓને રસીકરની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડુતો અને પશુપાલકો પશુઓની આસપાસ સવચ્છતા રાખે અને પશુઓને ખુલ્લા ન મુકે જેથી કરીને ચેપગ્રસ્ત પશુઓના સંપર્કમા ન આવે અને પશુઓને મચ્છર,ચાચર અને ઈતડીનો ઉપદ્વ ન થાય તે રીતે માવજત કરવામા આવે તો આ લંપી વાયરસથી પોતાના પશુઓને બચાવી શકાય. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, પશુ પાલન વિભાગની છ ટીમો દ્રારા પશુપાલકોને સ્થળ પર જઈને તાલીમ આપીને માર્ગદર્શન આપીને તેમના લક્ષ્ણો અંગે માહિતી આપી રસીકરણની કામગીરી કરવામા આવી રહી છે.
રાજ્યમાં દિવસે-દિવસે વાયરસના કેસો વધી રહ્યાં છે
પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં લંપી વાયરસના કેસોના કારણે અનેક પશુઓના મોત નિપજ્યા છે. જ્યારે હજારો પશુઓ ચેપગ્રસ્ત જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં દિવસે-દિવસે પશુઓમાં વધી રહેલા લંપી વાયરસના કારણે પશુ પાલકો અને ખેડુતો ચિંતીત બન્યા છે. ત્યારે હાલ તો પોરબંદરમા પશુપાલન વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના પશુઓને ઘરની અંદર જ રાખે તેમજ જે પણ પશુઓમાં આ પ્રકારના લક્ષણો દેખાય તો તરજ પશુપાલન વિભાગનો સંપર્ક કરે જેથી યોગ્ય સારવાર મળી રહે અને આ લંપી વાયરના સંક્રમણથી બચી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.