તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારીની સિઝનનો શુભારંભ:પોરબંદરમાંથી 250 જેટલી બોટ પ્રથમ દિવસે માછીમારી કરવા રવાના થઈ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માછીમારીની સિઝનનો તા. 1 સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર માંથી 250 જેટલી બોટ પ્રથમ દિવસે માચ્છીમારી કરવા રવાના થઈ છે. માછીમારીની સિઝન તા. 1 સપ્ટેમ્બરથી શરૂ કરવા સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

જે મુજબ પોરબંદર માંથી માચ્છીમારીની સિઝનનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે 250 જેટલી બોટ માચ્છીમારી કરવા દરિયામાં રવાના થઈ છે. ફિસરીઝ વિભાગ દ્વારા ટોકન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. હાલ બંદરમાં બોટ પાર્કિંગની સમસ્યા હોય જેથી સરકારની મંજૂરી લઈ કેટલીક બોટો એન્કર પર લગાવવામાં આવી છે. પહેલી ટ્રીપ લાંબી હોય છે જેથી બોટમાં ડીઝલ, રાશન, બરફનો પૂરતો જથ્થો રાખી ફિશીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીઝનના પ્રથમ દિવસે બોટ દરિયામાં રવાના થઈ છે ત્યારે ખલાસીઓ દરિયાદેવ અને કુળદેવી માતાજીને પ્રાર્થના કર્યા બાદ બોટને દરિયામાં લઈ જાય છે.

બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે, માચ્છીમારી કરવા બોટ નીકળે તેના બે દિવસ પહેલાં મારછીમારી બોટની પૂજા કરે છે અને આ નવી સિઝન સારી જાય તેવી પ્રાર્થના કરે છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી અને વાવાઝોડાની આગાહીના પગલે માચ્છીમાર ભાઈઓને મંદીનો સામનો કરવો પડ્યો હતો. આ નવી સિઝન સારી નીવડે તે માટે માચ્છીમારોએ દરિયાદેવ કૃપાદ્રષ્ટિ કરે તેવી પ્રાર્થના કરી હતી.

બંદર માંથી બોટ રવાના થતા પહેલા નિવેદ સાથેની માટલી દરિયાદેવને અર્પણ કરી બંદર સામે આવેલ સિકોતર માતાના મંદિરે આશીર્વાદ લઈ માચ્છીમારી કરવા નીકળ્યા છે. નવી સિઝનના પ્રથમ દિવસે 250 જેટલી બોટ માચ્છીમારી કરવા દરિયામાં રવાના થઈ છે.

અન્ય સમાચારો પણ છે...