નશીલા પદાર્થ મળવાનો સીલસીલો યથાવત:પોરબંદરના માધવપુરમાંથી વધુ 14 જેટલા પેકેટ મળી આવ્યા; ત્રણ દિવસમાં 35 પેકેટ મળ્યા

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત 03 ઓગસ્ટના રોજ મળેલા 21 જેટલા પેકેટો મળી આવ્યા હતા

પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થો મળવાનો સીલસીલો હજુ પણ યથાવત હોય તેમ માધવપુર નજીકના દરીયા કિનારા વિસ્તારમાંથી પોલીસને વધુ 14 જેટલા પેકેટ મળી આવ્યા છે. ગત 03 ઓગસ્ટના રોજ મળેલા 21 જેટલા પેકેટો બાદ પોરબંદર પોલીસે ઓડદરથી માધવપુર સુધીના દરીયા કિનારા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ. પોલીસને આશંકા હતી કે આ વિસ્તારમાં હજુ પણ આજ રીતે કેટલાક નશીલા પદાર્થના પેકેટો મળી શકે છે. જેને લઈને પોરબંદર પોલીસે મરીન તેમજ એસઓજી સહિતની અલગ-અલગ ટીમો બનાવી માધવપુર આસપાસના દરીયા કિનારા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે કામગીરી દરમિયાન પોલીસને વધુ 14 જેટલા નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા.

21 જેટલા નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા
14 જેટલા નશીલા પદાર્થના પેકેટોને લઈને પોલીસ દ્રારા માધવપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. મળી આવેલા પેકેટો અગાઉ મળ્યો હતો તે જ હસીસ છે કે પછી અન્ય કોઈ માદક પદાર્થ છે, તેની તપાસ માટે પોલીસ દ્રારા એફએસએલની મદદ લેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગત 03 ઓગસ્ટના રોજ પણ માધવપુર દરીયા કિનારા આસપાસના વિસ્તારમાંથી 21 જેટલા હસીસના નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા.

દરીયા કિનારા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું
​​​​​​​
ગીરસોમનાથ અને પોરબંદર જિલ્લામા જે રીતે છેલ્લા ત્રણ દિવસથી પેકેટો મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે પોરબંદર પોલીસે પણ ​​​​​​​જિલ્લાના દરીયા કિનારા વિસ્તારમા આવેલા લેન્ડીંગ પોંઈન્ટ સહિત આસપાસના દરીયા કિનારા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામા આવી રહ્યું છે. આજ વિસ્તારમાંથી પોલીસને આવતા દિવસોમા વધુ કેટલાક પેકેટો મળી આવે તો નવાઈ નહીં.

ડ્રગ્સ માફીયાઓ માટે નવો દરીયાઈ માર્ગ બન્યો
​​​​​​​
પહેલા કચ્છ અને હવે સૌરાષ્ટ્રના પોરબંદર તેમજ ગીરસોમનાથ જિલ્લાના દરીયા કિનારા પરથી જે રીતે નશીલા પદાર્થના પેકેટો મળી રહ્યાં છે. તેને જોતા કહી શકાય કે દેશના યુવાધનને બરબાદ કરવા માટે હવે ડ્રગ્સ માફીયાઓ માટે આ નવો દરીયાઈ માર્ગ બન્યો છે. ત્યારે આ દરીયાઈ વિસ્તારોમાથી નશીલા પદાર્થના પેકેટો મળવાનો સીલસીલો યથાવત રહેતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ માટે દરીયા કિનારાની સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે.

અન્ય સમાચારો પણ છે...