માંગ:આશિત વોરા અને પેપર લીક કરનારનું નાટક કરી સુત્રોચાર સાથે દેખાવ કરાયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌણસેવા પેપર લીક બાબતે પોરબંદર NSUI નો નવતર વિરોધ, 15 કાર્યકરોની અટકાયત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે હેડકલાર્કની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. પેપર ફૂટી જતા આ પરીક્ષા હવે રદ કરવી જોઇએ અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરીક્ષાર્થીઓમાં ઉઠી છે. જિલ્લા NSUI દ્વારા ગૌણસેવા પસંદગી મંડળ, પોલીસ ભરતી બોર્ડ સહિતની જે ભરતી માટેની સમિતિઓ રચવામાં આવી છે તે તમામનું વિસર્જન કરી નાખવું અને તમામનો સમાવેશ જીપીએસસીમાં કરી દેવો જોઇએ તેવું જણાવ્યું હતું. આ જ મહિનાની શરૂઆતમાં સબ ઓડીટરની પરીક્ષા લેવાઇ હતી તેનું પેપર પણ આજ પેટર્નથી ફૂટયું હતું.

સતત બનતી આવી ઘટનાઓથી ઉમેદવારો પણ હવે પરીક્ષા આપવાથી ભાગી રહ્યા છે ત્યારે પોરબંદર NSUIના કાર્યકરોએ પેપર લીક બાબતે નવતર વિરોધ કરી રોષ સરકાર પર ઠાલવ્યો હતો, આશિત વોરા અને એજન્ટનું નાટય રૂપાંતર કરી નકલી ચલણી નોટો દ્વારા પેપર ખરીદી વિરોધ કર્યો હતો અને સુત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કરવા જતા પોલીસ દ્વારા 15 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...