પરિવર્તન યાત્રા:આપના નેતાઓએ પોરબંદરમાં કીર્તિ મંદિરની મુલાકાત લીધી, બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રચાર અભિયાનનો આરંભ કર્યો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇશુદાન ગઢવી સહિતના આપના આગેવાનોએ પોરબંદરની મુલાકાત લીધી
  • પોરબંદર શહેર તેમજ રાણાવાવ અને કુતિયાણામા પણ પરિવર્તન યાત્રા યોજાશે

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રવિવારથી રાજ્યના છ અલગ અલગ સ્થળો પરથી પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી તરફથી શરૂ કરાયેલી પરિવર્તન યાત્રાનું આજે પોરબંદમાં આયોજન કરાયું હતું.

આજે આમ આદમી પાર્ટીના નેતાઓએ લીધી પોરબંદરમાં કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. ઇશુદાન ગઢવી સહિતના આગેવાનોએ કીર્તિ મંદિરની મુલાકાત લઇ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોરબંદર શહેર તેમજ રાણાવાવ અને કુતિયાણામા પણ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા યોજાશે.

આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં રાજકીય માહોલ બની રહ્યો છે. આગામી ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલી આમ આદમી પાર્ટીએ પોરબંદરમાં પરિવર્તન યાત્રા યોજી હતી. પોરબંદર આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ કીર્તિ મંદિરની મુલાકાત લઇ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રચાર અભિયાનનો આરંભ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...