ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા સતત બે ટર્મ થી ચૂંટણીમાં વિનેતા બન્યા હતા. આ વખતેની ચૂંટણી ભારે રસાકસી ભરી હતી. બાબુભાઈ આ વખતે જીતી અને હેટ્રીક મારશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ હતી. પરંતુ બાબુભાઈ ચૂંટણીમાં પરાજીત થતા હેટ્રીક ચૂકી ગયા છે.
પોરબંદર જિ લ્લાની 84 કુતિયાણા વિધાનસભા બેઠક પર આ વખતે સમાજવાદી પાર્ટીના કાંધલભાઇ જાડેજા, ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ મકવાણા વચ્ચે ચોપાખીંયો ચુંટણી જંગ ખેલાયો હતો.
જેમાં સપાના ઉમેદવાર કાંધલભાઇ જાડેજાને 60744 મત મળ્યા હતા અને તેમનો વિજય થયો હતો જયારે બીજા નંબરે ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને રહ્યા હતા તેમને 34032 મત મળ્યા હતા જયારે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીમાભાઇ દાનાભાઇ મકવાણાને 19557 મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરતા પણ ઓછા માત્ર 8841 મત મળ્યા હતા.
જિલ્લાની 2 બેઠકો પર નોટામાં પડેલા કુલ મત | ||
બેઠકનું નામ | નોટામાં મત | પડેલા મત ટકામાં |
83 પોરબંદર | 2769 | 1.67 |
84 કુતિયાણા | 1963 | 1.52 |
પોસ્ટલ બેલેટથી થયેલું મતદાન | ||
83 પોરબંદર | 1318 | |
84 કુતિયાણા | 81 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.