સુવિધા:માધવપુર ઘેડની હાઈસ્કૂલમાં આધાર કાર્ડનું સેન્ટર શરૂ કરાયું

માધવપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘેડ પંથકનાં 25 થી વધુ ગામનાં લોકોને લાભ મળશે

માધવપુર ઘેડ સહિતના 25 થી 30 ઘેડ પંથકના ગામો માટે આધાર કાર્ડના ફેરફાર કે નવા બનાવા માટે લોકોને ઘણા સમય થી મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે અનેક આગેવાનો ગ્રામ જાણો દ્વારા સાંસદને રજુઆત કરવામા આવી હતી ત્યારે લોકોની રજુઆતને ધ્યાને લઇને તાત્કાલીક ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને થોડા સમય પહેલા માધવપુર પોસ્ટ ઓફીસમા તાત્કાલિક કામગીરી ચાલુ કરાવામા આવી હતી. ત્યારબાદ આજ રોજ માધવપુર શેઠ એન. ડી. આર. હાઈસ્કૂલ ખાતે પોરબંદર સાંસદ રમેશ ધડુક દ્વારા રીબીન કાપીને આધારકાર્ડનું સેન્ટર ચાલુ કરવામા આવ્યુ હતું ત્યારે આવનાર દિવસોમાં આધારકાર્ડની કામગીરી માટે લોકો એ મુશ્કેલી વેઠવી નહી પડે.

અન્ય સમાચારો પણ છે...